www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

96 વર્ષના પથારીવશ વયોવૃદ્ધને ઠગાઈના એક કેસમાં 35 વર્ષ બાદ જેલની સજા!


વૃદ્ધની ભાવનગરમાં આવેલી પેઢી સામે એસબીઆઈનો 1989નો ઠગાઈનો કેસ હતો

સાંજ સમાચાર

અમદાવાદ,તા.2
આપણે ત્યાં ન્યાયિક પ્રક્રિયા કેટલી ધીમી છે તેનો એક બનાવ બહાર આવ્યો છે. અનેક બીમારીઓથી ગ્રસ્ત અને પથારીવશ 96 વર્ષના વયોવૃદ્ધ અનિલભાઈ ગોસલીયાને 35 વર્ષ પહેલાના એક બેન્ક ઠગાઈના કેસમાં જેલની સજા સીબીઆઈ કોર્ટે ફટકારી છે.

હાલ મુંબઈ રહેતા ગોસલિયા હાલ સંપૂર્ણપણે પથારીવશ છે. અનેક રોગના ભોગ બનેલ હોવાથી તે કોર્ટ કાર્યવાહીમાં હાજર રહી શકે તેમ નથી. તેમની શારીરિક સ્થિતિ અક્ષમ હોવા છતા સ્પેશિયલ સીબીઆઈ જજ સી.જી.મહેતાએ વૃદ્ધની વિરુદ્ધ ક્ધવીકશન વોરંટ ઈસ્યુ કર્યું છે.

ગોસલિયાના વકીલ આર.જી.આહુજાએ જણાવ્યું હતું કે તેમના કલાયન્ટની આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં લઈને તેમણે કોર્ટને આ બાબતે ઉદારતા દાખવવા રજુઆત કરી છે.

વકીલની દરખાસ્તને ધ્યાનમાં રાખીને કોર્ટે દયા રાખીને વૃદ્ધને એક વર્ષની સજા ફટકારી છે. વકીલની તેના વૃદ્ધ અસીલને પ્રોબેશનનો લાભ આપવાની માંગ નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ ગોસલિયાની ભાવનગરની પેઢી ગોસલિયા ઈન્ટરનેશનલ સામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે 1989માં ઠગાઈનો આરોપ હતા. આ કેસ 1995માં લાઈટમાં આવ્યો હતો જયારે સીબીઆઈએ તેમાં તપાસ હાથ ધરી હતી. આ કેસના કેટલાક આરોપીઓ તો ગુજરી ગયા છે.

Print