www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રાંગધ્રા સિટી પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ


શિબિરમાં મતદાર જાગૃતિને સંદેશો અપાયો

સાંજ સમાચાર

ધ્રાંગધ્રા,તા.2
 

ધ્રાંગધ્રા સીટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ધ્રાંગધ્રા ખાતે ભવ્ય યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય તેમજ વૈદિક પ્રાર્થનાથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં 
આવ્યો હતો. 

દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024નું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ વર્ગના મતદારોને જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ મતદાર જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે યોગપ્રેમી લોકો પણ ચૂંટણીમાં સહભાગી બની મહત્તમ મતદાન કરે તે માટે ધ્રાંગધ્રા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એકત્રિત થયેલા નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સીટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ધ્રાંગધ્રા ખાતે ભવ્ય યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય તેમજ વૈદિક પ્રાર્થનાથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ યોગ કોચ ટ્રેનર દ્વારા શહેરની જનતાને ઉત્સાહપૂર્વક યોગ કરાવવામાં આવ્યા હતા. તાલીમના અંતમાં ઉપસ્થિત સર્વે લોકોને નિયમિત યોગ કરવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો. આ યોગ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી એચ.કે.આચાર્ય, ડી.વાય.એસ. પી.જે.ડી.પુરોહિત, સીટી પીઆઇ એમ યુ મશી, તાલુકા પીઆઇ ચુડાસમા,યોગ કોચ  ઘનશ્યામભાઈ ચાવડા, યોગ કોર્ડીનેટર નીતા દેસાઈ સહિત યોગપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

Print