www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગેલેકસી હોટલ પાસે આર્થીક ભીંસથી કંટાળી કોન્ટ્રાકટરે ઝેરના પારખા કર્યા


ઉત્સવ સોસાયટીમાં રહેતાં વસંતભાઈ કડીયાએ ક્ધટ્રકશન માટે રાખેલ મકાનના કામના રૂપિયા આપવાની મકાન માલીકના પાડી: મજુરોએ ઉધારળી કરતાં કંટાળી પગલું ભર્યું: સારવારમાં

સાંજ સમાચાર

રાજકોટ,તા.11
ત્રિકોણ બાગ નજીક આવેલ ગેલેકસી હોટલ પાસે આર્થીક ભીંસથી કંટાળી બાંધકામ કોન્ટ્રાકટરે ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયા હતાં.પ્રાપ્ત વિગત મુજબ, મોરબી રોડ પર ઉત્સવ સોસાયટીમાં રહેતાં વસંતભાઈ ભીખાભાઈ કડીયા (ઉ.વ.42) આજે સવારે નવેક વાગ્યાની આસપાસ બેડી ગામ પાસે આવેલ ગેલેકસી હોટલ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતો.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરાઈ હતી.વધુમાં મળેલ વિગત મુજબ આપઘાતનો પ્રયાસ કરનાર વસંતભાઈ કંટ્રકશનનો વ્યવસાય કરે છે. અને તેમને એક મકાનનું કંટ્રકશનનું કામ આઠ લાખ રૂપિયા રાખેલ હોય.

જે બાદ મકાન માલીકે આ કામ ગમતું નથી તેવું કહી રૂપિયા આપવા નથી તેમ કહ્યું હતું. બાદમાં કામ પર રહેલ મજુરોએ મંજુરીની ઉધાણી શરૂ કરતાં તેઓએ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.બનાવ અંગે પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.

Print