www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પરપ્રાંતિય યુવકને શોક લાગતા સારવારમાં


સાંજ સમાચાર

રાજકોટ, તા.28
શહેરનાં જંગલેશ્વર એકતા કોલોનીમાં રહેતા પરપ્રાંતીય યુવકને કારખાનાંમાં શોક લાગતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ ઉતરપ્રદેશ અને હાલ જંગલેશ્વર એકતા કોલોનીમાં રહેતો ઈરસાદખાન અસ્લમખાન પઠાણ (ઉ.વ.29) ગઈ કાલ બપોરે પટેલનગરના કારખાનામાં થ્રી ફેઇઝના મશીનમાં કામ કરતો હતો.

દરમીયાન શોક લાગતાં તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક કારખાનામાં બફનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

Print