www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઇન્દિરા સર્કલ નજીક વડાલિયા ફૂડસનો રીટેલ આઉટલેટ ખુલ્લો મુકાયો


ફ્રાઇમ્સ, ફરસાણ, નમકીન, ખાખરા, પાપડ જેવી 100થી વધુ આઇટમો ઉપલબ્ધ

સાંજ સમાચાર

રાજકોટ : 28

રાજકોટના ગોંડલ  રોડ પર કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ જુલાઈ 2023માં શરુ કર્યા બાદ માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં વડાલીયા ફુડ્સ દ્વારા પોતાનો 15મોં રીટેલ આઉટલેટ રાજકોટના વૈભવશાળી 150 રિંગ રોડ પર ઇન્દિરા સર્કલથી એકદમ નજીક વડાલીયા ફુડ્સના નવા રિટેલ ઓઉટલેટનો પ્રારંભ થયેલ છે.

આ અંગે વધુ વિગતો આપતા વડાલીયા ફુડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલીયાએ જણાવ્યું હતું કે અમારા માટે ગૌરવની  ઘડી છે કે માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં અમે 16 મોં રીટેલ આઉટલેટ શરુ કર્યો છે. ગોંડલ રોડ પર પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કર્યા બાદ કંપની દ્વારા રાજકોટમાં શહેરમાં 11 આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદના પોશ વિસ્તારમાં ત્રણ આઉટલેટ,ભાવનગર, હળવદ, વેરાવળ સોમનાથ તેમજ શાપર ખાતે કંપની દ્વારા પોતાના એક્સક્લુઝિવ  આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે. 

કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલીયા  તેમજ કંપનીના  સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ઉત્તમ ગુણવત્તા,,ટેસ્ટમાં બેસ્ટ અને કિફાયતી દામ  સાથે 100થી પણ વધારે વેરાઈટી લોન્ચ કરી છે અને આ તમામ વેરાઈટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોંચ કરવામાં આવ્યા છે. 

કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા ડિરેક્ટર મિતભાઈ વડાલીયા  અને સીઈઓ  કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે  નમકીન,વેફર્સ, ફ્રાઇમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ, મૂંગ દળ.આલુ  શેવ,રતલામી સેવ, ખારી શીંગ,સેવ ઉપરાંત,ભાવનગરી અને પાપડી ગાંઠિયા ની સાથે  વેફર સેગમેન્ટમાં સોલ્ટેડ ચીપ્સો, ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર, સ્પાઈસી મસાલા, ટેન્ગી ટોમેટો, મસાલા ચીપ્સોની ભારે ડિમાન્ડ છે. 

આ ઉપરાંત ફરારી મિક્સ્ચર સામેલ છે. કંપની દ્વારા હવે મુખવાસ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.  આ તમામ પ્રોડક્ટ ઇન્દિરા સર્કલ સ્થિત કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે. અહીં કંપની દ્વારા વિવિધ આઈટેમોના 400 ગ્રામના 100% ફૂડ ગ્રેડ ક્ધટેનર પેકીંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપરાંત 200 ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

Print