www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા

કચ્છ જિલ્લાના હાજીપીર દરગાહ તથા મીરાદાતારની દરગાહના વિકાસ માટે કુલ 35 કરોડની ફાળવણી કરાઇ


ઇતિહાદુલ્લ-મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા સરકારના અભિગમને આવકાર

સાંજ સમાચાર

(ગની કુંભાર) 
ભચાઉ તા.1

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હેઠળના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લાના  ભુજ  તાલુકામાં આવેલ હાજીપીર ની દરગાહના વિકાસ માટે 20 કરોડ તેમજ મહેસાણા  જીલ્લાના ઉના ખાતે આવેલ મીરા દાતારની દરગાહ માટે 15 કરોડ ની ફાળવાણી કરી બંને દરગાહ વિકાસ માટે સરકારની પહેલને ઈતિહાદુલ્લ-મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પરિવાર આવકારી  હતી. ઈતિહાદુલ્લ-મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી ને પત્ર લખી હાજીપીરની દરગાહના વિકાસ માટે હાજીપીરની દરગાહને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માં સમાવેશ કરી. આ દરગાહને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા રજૂઆત કરેલ સરકાર દ્વારા રજુઆતને ધ્યાને લઈ વિકાસ માટે ની પ્રક્રિયા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ને ભલામણ કરેલ. 


સંસ્થા દ્વારા આ સંદર્ભે વારંવાર જાગૃતતા દર્શાવતી લોકપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રનો દરગાહના વિકાસ માટે સતત ધ્યાન દોરેલ છે. સંસ્થાની રજુઆતોને ધ્યાને લઇ સરકાર દ્વારા હાજીપીર ની દરગાહના વિકાસ માટે થયેલ પહેલ ને આવકારી ગુજરાત  સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, પ્રવાસન વિકાસ બોર્ડ ના ચેરમેન તેમજ કચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ વિભાગ ના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ વહીવટી તંત્રને પત્ર પાઠવતા ઈતિહાદુલ્લ-મુસ્લેમીન-હિન્દ ટ્રસ્ટ  સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે.હજીપીરવલી દરગાહ એટલે કોમી એકતાનું પ્રતિક. કચ્છીજનો નહિ પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતની સાથે સાથે દેશના અન્ય ભાગોમાંથી વાર્ષિક લાખો શ્રધાળુઓ દરગાહે હાજરી આપી પ્રસનતા અનુભવે છે. 


હાજીપીર એક એવા સંત ઔલિયા છે.,જેમને એક વૃદ્ધ માતાની ગાયોને લુંટી જનાર લુટારાઓથી છોડાવા પોતાની સહીદ વ્હોરી હતી, જે સૂફીસંત વલીનું બલિદાન આપણે ક્યારે  ભૂલી શકીએ નહિ.જ્યાં વાર્ષિક લાખો લોકો દરગાહના દર્શને આવતા શ્રધાળુઓ ને દરગાહ ના વિકાસ થી સુવિધાઓનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા હાજીપીર ની દરગાહના વિકાસ માટે વર્ષ 2024-2025 માં રૂ.4 કરોડ તેમજ મીરાદાતાર ની દરગાહના વિકાસ માટે રૂ.5 કરોડ ની બજેટ માં ફાળવણી કરી બંને દરગાહોના શ્રધ્ધાળુઓ માટે પ્રેરણાદાયક કાર્યને આવાકારીએ છીએ અને દરગાહ નું વહેલી તકે ઝડપભેર વિકાસ થાય તે માટે સરકાર તથા સંબંધિત વહીવટીતંત્ર ને અનુરોધ કરીએ છીએ. 


સરકારના સરાનીય કદમથી દરગાહોના  વિકાસ માટે આવકારદાયક કાર્યને ઇત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા, સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, તેમજ ગુજરાત પ્રદેશના પ્રમુખ ઇનામુલહક્ક ઈરાકી, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-કચ્છ ના પ્રમુખ સૈયદ હૈદરશા પીર, ગુજરાત પ્રદેશ મહામંત્રી અનવરશા સૈયદ, યુવા સમિતિના પ્રમુખ હાજી સુલતાનભાઈ માંજોઠી, આરોગ્ય સમિતિના પ્રમુખ સૈયદ હબીબશા, સંસ્થાના ટ્રસ્ટી હાજી નુરમામદભાઈ રાયમા, યુસુફભાઈ સંઘાર, નાસીરખાન પઠાણ, શાહનાવાઝભાઈ શેખ, સાદીકભાઇ રાયમા, અબ્દુલરસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, નજીબભાઈ અબ્બાસી, રફીકભાઈ બારા, મૌલાના અબુદુજાના, મહેબુબભાઈ ભીમાણી, ઈદ્રીશભાઈ વોરા તેમજ સંસ્થા ના હોદેદારો હાજી દાઉદભાઈ બોલીયા, મોહમ્મદઅલી કાદરી, બદરુદીન હાલાણી, અકરમભાઈ કુરેશી, હાજી અ.રઝાકભાઈ ખત્રી, રફીકભાઈ તુર્ક, હાજી નુરમામદ મંધરા, હાજી ઈસ્માઈલભાઈ મંધરા, હનીફભાઈ મેમણ, અબ્દુલભાઈ આગરીયા, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ કુંભાર, સુલતાનભાઇ આગરીયા, અશરફભાઈ તુર્ક, ઈમ્તિયાઝભાઈ મોયડા, સીરાજભાઈ મલેક, ઓસમાણભાઈ આગરીયા, ઉમરભાઈ ખત્રી, ઈરફાનભાઈ તુર્ક, અશરફભાઈ કલર, મહેમુદભાઈ સુમરા, યુનુસભાઈ પિંજારા, રમઝાનભાઈ બાયડ, ઇકબાલભાઈ દેદા, ફકીરમામદભાઈ રાયસી, હયાતભાઈ નોડે, મૌલાના સાલેમામદ દરાડ, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, સફીરભાઈ સુમરા, રમઝાનભાઈ રાઉમા, લતીફભાઈ ખલીફા, અબરારભાઈ સમા, ઉમરભાઈ જીયેજા, શબ્બીરભાઈ કુંભાર, ભીખાભાઈ ખલીફા, હાજી આદમભાઈ ખલીફા, સબ્બીરભાઈ બાયડ તથા સંસ્થા સમસ્ત પરિવારે સરકાર ના કદમ ને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. એવું સંસ્થાના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.

Print