www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચામડીયાપરાના બે માસના બાળકનું બીમારીથી મોત


સાંજ સમાચાર

રાજકોટ, તા.28 
રાજકોટમાં તાવ, શરદી,ઉધરસના વાઇરલ ઇન્ફેક્શના કેશો વધ્યા છે. ત્યારે સામાન્ય દેખાતી બીમારીનો સમયસર સારવાર કરવામાં ન આવે તો નાના માસુમોનો ભોગ લેવાય જતો હોય છે ત્યારે રાજકોટનાં મોરબી રોડ નજીક શ્ર્વાસની બિમારીથી બે મહિનાના બાળકનું મોત નિપજતા પરીવારમાં ગમગીની છવાઈ છે.

ચામડીયા પરામાં રહેતા રજાકભાઈના પુત્ર આયાનને જન્મથી જ બીમારી હતી શરદી વધતા સારવારમાં રાખવામાં આવેલ.   દરમિયાન તેના મગજમાં સોજો આવી ગયો હતો અને અંતે ગઈકાલે દમ તોડી દીધો હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

 

Print