www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સિસોદીયાની ધરપકડને એક વર્ષ પુરુ થતા કેજરીવાલે રાજઘાટમાં ધરણા કર્યા


‘આપ’ના ધારાસભ્યો પણ ધરણામાં જોડાયા: લિકર એકસાઈઝ મામલે સિસોદીયાની ધરપકડ થયેલી

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.22
દિલ્હીના પુર્વ શિક્ષણમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની લિકર એકસાઈઝ પોલીસીમાં ગેરરીતિ મામલે ઈડી અને સીબીઆઈ દ્વારા થયેલી ધરપકડને આજે એક વર્ષ પુરુ થતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડના વિરોધમાં રાજઘાટ ખાતે પહોંચીને ધરણા કર્યા હતા.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલ્હીના પુર્વ શિક્ષણમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની લિકર એકસાઈઝ ડયુટીમાં ગેરરીતિના મામલે સીબીઆઈ અને ઈડીએ તા.26 ફેબ્રુઆરીએ ગયા વર્ષે ધરપકડ કરી હતી.

આ ઘટનાને એક વર્ષ પુરું થતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ રાજઘાટ પહોંચીને ધરણા કર્યા હતા.

 

Print