![]() |
![]() SANJ SAMACHAR | Date: 13-12-2024 Friday | Rajkot |
|
(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.13
મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે એફિલ સીરામીક નામના કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પ્રેમારામ સોનારામસ (29) નામનો યુવાન કારખાનામાં ન્હાવા માટે જતો હતો દરમિયાન કોઈપણ કારણસર તે બેભાન થઈ જતા તેને જગદીશભાઈ પુરોહિત મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ બનાવની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.
બે બોટલ દારૂ
મોરબીના શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાંથી દારૂની બે બોટલો 1,122 ની કિંમતની સાથે આરોપી તુષાર દેવજીભાઇ દેત્રોજા (19) ની ધરપકડ કરી હતી. તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.