www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં પતરું તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું સારવારમાં મોત


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7

મોઅહળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં પતરા ઉપર કામ કરતી વખતે અકસ્માતે પતરું તૂટ્યું હતું જેથી કરીને કામ કરી રહેલ યુવાન ઉપરથી નીચે જમીન ઉપર પટકાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું. 
મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે એકોર્ડ પ્લસ સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રામસુરત રાજકુમાર ગૌતમ (31) નામનો યુવાન એકોર્ડ પ્લસ સીરામીક કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે પતરું તુટતા ઊંચાઈ ઉપરથી તે નીચે જમીન ઉપર પટકાયો હતો જેથી કરીને રામસુરત ગૌતમને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધું સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું.  પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

Print