www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચેક રિટર્ન કેસમાં આરોપી દીપક રામાવતને છ મહિનાની કેદ


મંડળીમાંથી લીધેલી લોન ચુકતે કરવા ચેક આપ્યો હતો

સાંજ સમાચાર

રાજકોટ,તા.10
 

ચેક રિટર્નના કેસમાં આરોપી દીપક જીવનભાઈ રામાવતને અદાલતે છ મહિનાની કેદની સજા ફટકારી છે.કેસની વિગત મુજબ, શહેરમાં આવેલી શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસાયટી લી.ના સભાસદ દરજ્જે દીપક રામાવતે લોન લીધી હતી.જેના હપ્તા ચડી જતા બાકી રકમ ચુકવવા ચેક આપ્યો હતો આ ચેક રિટર્ન થતા મંડળી તરફથી નોટિસ પાઠવવામાં આવેલી, નોટિસ બજી ગયા છતાં આરોપીએ રકમ ન ચુકવતા મંડળીના મેનેજર જયભાઈ એમ.નિમાવતે રાજકોટની કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.કેસ ચાલી જતા મંડળીના વકીલ સતિષ દેથલીયાએ કરેલી દલીલો અને ટાંકેલા ચુકાદા ધ્યાને લઈ ન્યાયાધીશ બી.કે.દસોંડીએ આરોપી દીપકને છ માસની જેલની સજા અને 1 માસમાં રકમ ચુકવવા હુકમ કર્યો છે.આ કેસમાં મંડળી વતી એડવોકેટ સુભાષ પટેલ, સતિષ દેથલીયા અને સહાયક રમેશ સોલંકી રોકાયેલ હતાં.

Print