www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અનંત અંબાણી-રાધિકા મર્ચંટ પ્રિ-વેડિંગ સેરેમની

અંબાણી પરિવારના મેગા સેલીબ્રેશનમાં બોલીવુડ-હોલીવુડ સુપરસ્ટાર પરફોર્મ કરશે


ભારતીય ઉદ્યોગ માંધાતા ઉપરાંત સ્પોર્ટસ-બોલીવુડ સેલીબ્રીટીઓ પણ ગેસ્ટલીસ્ટમાં સામેલ

સાંજ સમાચાર

જામનગર,તા.24

ભારતના સૌથી અમીર અને ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચંટ સાથેના લગ્નોત્સવ પુર્વે 1થી3 માર્ચ દરમ્યાન જામનગરમાં યોજાનારી પ્રિ-વેડીંગ સેરેમનીમાં બોલીવુડથી માંડીને હોલીવુડ સુપરસ્ટાર કલાકારો પરફોર્મન્સ હશે.

અંબાણી પરિવારના આ પ્રસંગમાં સમગ્ર દેશ-દુનિયાના ઉદ્યોગમાંધાતાઓ, સેલીબ્રીટીઓ મહેમાન બનવાની છે તેમાં સુપરસ્ટારોનું મેગા પરફોર્મન્સ હશે. બાર્બાડોઝ સુપરસ્ટાર હિટાના ‘અંબ્રેલા’ સહિતના પોતાના સુપરહીટ પરફોર્મન્સ રજુ કરશે. ઉપરાંત જાદૂઈ અવાજ ધરાવતા ભારતીય સીંગર અરીજીતસિંઘ, દિલજીત દોસોઝ, મ્યુઝીક કમ્પોઝર અજય-અતુલના પરફોર્મન્સ હશે.

આ મેગા સેલીબ્રેશનમાં દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓની સાથોસાથ ભારતીય ઉદ્યોગ માંધાતાઓની પણ હાજરી રહેવાની છે તેમાં ટાટા ગ્રુપના એન.ચંદ્રશેખર, કુમાર મંગલમ બિરલા પરિવાર, ગૌતમ અદાણી પરિવાર, ગોદરેજ પરિવાર, ચંદન નિલકેણી, સંજીવ ગોએન્કા, રીશાદ પ્રેમજી, ઉદય કોટક, અદર પુનાવાલા, સુનિલ મિતલ, પવન મુંજાલ, રોશની નદાર, નિખીલ કામથ, રૂની સ્ક્રુવાલા, દિલીપ સંઘવીનો સમાવેશ થાય છે. સ્પોર્ટસ સેલીબ્રીટીઓમાં સચીન તેંડુલકર, એમ.એસ.ધોની, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, હાર્દિક પંડયા, કુણાલ પંડયા, ઈશાન કિશનના નામો ગેસ્ટલીસ્ટમાં સામેલ છે.

પ્રિ-વેડીંગ સેરેમની સિતારાઓથી પણ ઝગમગશે. બોલીવુડ સેલીબ્રીટીઓમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, અક્ષયકુમાર, ટવિંકલ ખન્ના, શાહરૂખખાન, આમીરખાન, સલમાનખાન, સૈફઅલીખાન, માધુરી દીક્ષિત, ડો.શ્રીરામ નેનેએ આમંત્રણ સ્વીકારીને પ્રસંગમાં સામેલ થવાની અનુમતિ આપી દીધી છે. અભિષેક-ઐશ્ર્વર્યા બચ્ચન, અજય દેવગણ-કાજોલ, રણવીર-દીપિકા, રણબીર-આલીયા અને વિકી-કેટરીના જેવા બોલીવુડ કપલ પણ હાજરી આપશે.

ત્રણ દિવસની પ્રિ-વેડીંગ સેરેમનીમાં પરંપરાના તમામ પાસા સામેલ કરાયા જ છે. ભારતીય-ગુજરાતી રિવાજ મુજબની વિધિ હશે તેમાં સંગીતજલ્સો, ડાન્સ પરફોર્મન્સ, લોકકલા તથા સરપ્રાઈઝ પરફોર્મન્સ સામેલ છે.

આ સિવાય મહેમાનોને જંગલ સફારી તથા પ્રકૃતિ જાળવણીનો પણ અનુભવ થશે. જામનગર સ્થિત રીલાયન્સ ગ્રીન કોમ્પલેક્ષમાં 1 કરોડથી વધુ વૃક્ષો છે અને એશિયાની સૌથી મોટી આંબાવાડી છે.

મોટી ખાવડીમાં અતિથિઓ રોકાશે
* મુંબઇ અને દિલ્હીથી જામનગર સુધી ચાર્ટર્ડ ફ્લાઇટ
* અતિથિઓના એરપોર્ટ આગમનથી પરત એરપોર્ટ સુધી અલાયદી વાહન વ્યવસ્થા.
* જામનગરમાં મોટી ખાવડી માટે અતિથિઓના રોકાણ વાહન વ્યવસ્થા.
* અતિથિઓ માટે હેરસ્ટાઇલિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ અને ડિઝાઇનરની સેવા.
*  સરભરા, મેડિકલ ઇમરજન્સી અને ડાયેટનું ધ્યાન રાખવા અલગ-અલગ ટીમ.
* એક્સપ્રેસ સ્ટીમિંગ સહિત લોન્ડ્રીની સુવિધા.
*  કપલને પોતાની સાથે મહત્તમ ત્રણ સૂટ કેસ લાવવા સૂચના, 
* વધારે સામાન હોય તો તેને અન્ય ફ્લાઇટ મારફતે જામનગર લવાશે.
* અતિથિઓની દરેક જરૂરિયાત માટે અલાયદી હેલ્પ ડેસ્ક.

અનંત-રાધિકાના લગ્ન યાદગાર બનશે
* 2022 શ્રી નાથદ્વારા ખાતે સગાઇ.
* 19 જાન્યુઆરીએ મુંબઇમાં એન્ટિલિયા ખાતે ગોળધાણાની વિધિ.
* 16 ફેબ્રુઆરી: જામનગરમાં લગ્ન લખવામાં આવ્યા.
* 1 થી 3 માર્ચ જામનગરમાં પ્રી-વેડિંગ સમારંભ
* એપ્રિલ મહિનામાં લગ્ન પૂર્વે વિવિધ કાર્યક્રમો અને સમારંભો
* 12 જુલાઇએ મુંબઇમાં ભવ્ય લગ્ન.

 

Print