www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુસીસી મામલે હવે ગુજરાત પર સૌની નજર

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં?


વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે રાજયમાં યુસીસી લાગુ કરવાનું વચન આપેલું

સાંજ સમાચાર

નવીદિલ્હી તા.12
 લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા દેશમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (સીએએ) લાગુ કરવાની તૈયારીનો સ્પષ્ટ સંકેત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો છે. આ સાથે ઉત્તરાખંડ રાજયમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થવા જઈ રહ્યો છે તેની જેમ ગુજરાત હવે યુસીસીના અમલ માટેની તૈયારીઓમાં આગળ વધશે? એના પર સૌની નજર છે.

ઉત્તરાખંડ કરતા ગુજરાતમાં એક અલગ પ્રકારની રાજકીય, સામાજીક અને ભૌગોલિક સ્થિતિ છે. અનેક કોમી રમખાણોનો ઈતિહાસ ધરાવતું ગુજરાત એ પાકિસ્તાન સાથે જમીની અને દરિયાઈ સરહદે જોડાયેલું રાજય છે અને અહીં અનેક ધાર્મિક પીડિત હિન્દુ શરણાર્થીઓ વસે છે. સીએએ લાગુ થતા ગુજરાતના આવા શરણાર્થીઓને ઘણી રાહત થશે.

પરંતુ હવે વાત યુસીસીની છે. 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં યુસીસી માટે કમિટીની રચના કરવાની જાહેરાત કરાઈ હતી. અલબત્ત, ઓકટોબર 2022 પછી આ કમિટીની એક પણ બેઠક મળી નથી એ અલગ વાત છે. પણ બે દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ સંકેત આપ્યો છે કે ઉત્તરાખંડ રાજય વિધાનસભાએ યુસીસી માટેની કમિટીની ભલામણો સ્વીકારી છે

એવી જ રીતે દેશના વિવિધ રાજયો યુસીસી માટેની કામગીરી કરશે. યુસીસી માટે રાજકીય, સામાજિક, ધાર્મિક બાબતો સાથે સંકળાયેલં સંવેદનશીલ મુદ્દો છે. ત્યારે આગામી સમયમાં કેવી રીતે આગળ વધે છે એના પર સૌની નજર રહેશે.

 

Print