www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પુરા કર્યા


જાડેજાએ ઈન્સ્ટ્રાગ્રામમાં ભાવુક પોસ્ટ શેર કરી

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.10
ભારતીય ટીમનાં સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ પ્રસંગે તેમણે સોસ્ટલ મિડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને ખુશી વ્યકત કરી છે.જાડેજાએ પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે.

જેમાં તેમણે પોતાની કેરીયરની શરૂઆતને અત્યાર સુધીની સફરનો ઉલ્લેખ કર્યો છે તેમણે એક વીડીયોના માધ્યમથી પોતાની આ શાનદાર સફર માટે પ્રસંસકોનો આભાર માન્યો છે.આ સાથે જ જાડેજાએ કેપ્શનમાં લખ્યું-મારા સપનાને જીવવાના 15 વર્ષની દરેક પળો માટે આભાર.

 

Print