www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જોધપુરમાં ચૂંટણી રેલીમાં અમિત શાહે પૂર્વ પીએમ નહેરુ સામે નિશાન સાધ્યું


નહેરુએ 370ની કલમ રદ ન કરીને ભૂલ કરેલી: પીએમ મોદીએ આ ભૂલ સુધારી: શાહ

સાંજ સમાચાર

જોધપુર (રાજસ્થાન) તા.2
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અહીં ચૂંટણી રેલીમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન સાધીને કહ્યું હતું કે આર્ટીકલ 370 રદ ન કરીને નહેરુએ ભૂલ કરી હતી જે વડાપ્રધાન મોદીએ સુધારી છે.

શાહે વધુમાં જણાવ્યું હતું કે નહેરુએ બે મોટી ભીલ કરી હતી. પહેલી ભૂલ એ હતી કે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સામે પૂરી જીત હાંસલ કર્યા વિના યુધ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી.

બીજી ભૂલ એ કે કાશ્મીર મુદ્દે તેઓ સંયુકત રાષ્ટ્રમાં લઈ ગયા. શાહે કહ્યું હતું કે નહેરુએ ત્યારે સાચું પગલું ઉઠાવ્યું હોત તો પીઓકે ભારતનું અભિન્ન અંગ હોત.

 

 

Print