www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નિતેશ તિવારીની ‘રામાયણ’માં અમિતાભને દશરથના રોલની ઓફર?


રણબીર કપૂર ફિલ્મમાં રામની ભૂમિકાને લઈને હાલ જોરશોરથી તૈયારી કરે છે

સાંજ સમાચાર

મુંબઈ તા.12
 ‘દંગલ’ જેવી બ્લોક બસ્ટર ફિલ્મના ડાયરેકટર નિતેશ તિવારી, હાલ તેના અપકમીંગ પ્રોજેકટ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે.  આ ફિલ્મમાં રામના પિતા દશરથના રોલ માટે અમિતાભ બચ્ચનને ઓફર કરાઈ હોવાની ખબરો છે. જોકે હજુ તેને ઓફિશિયલ કન્ફર્મેશન નથી મળ્યું. 

ઉલ્લેખનીય છે કે ‘રામાયણ’માં રામની ભૂમિકા રણબીર કપૂર ભજવનાર છે. જેને લઈને રણબીર જોરદાર તૈયારી કરી રહ્યો છે. તેના બોલવાના અંદાજ અને અવાજને લઈને કામ કરવામાં આવી રહ્યું છે.

આ ફિલ્મમાં સીતાના રોલમાં સાઉથની એકટ્રેસ આઈ પલ્લવી, રાવળના રોલમાં કેજીએફ ફેમ યશ, લારા દત્તા કૈકેયીના રોલમાં અને રાહુલ પ્રીતસિંહ શૂપર્ણખાના રોલમાં ચમકી રહ્યા છે. હનુમાનના રોલ માટે સન્ની દેઓલનું નામ બોલાય છે. ઉલ્લેખનીય છે કે 82 વર્ષના અભિતાભ બચ્ચન હાલ ‘કલ્કી 2898 એડી’ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

Print