www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્લાસ્ટીકના ઉપયોગ-ગંદકી બદલ વધુ 35 આસામીઓને દંડ કરાયો


પાંચ કિલો ઝબલા મળ્યા : 13 હજારનો દંડ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવા ચાલતી ઝુંબેશમાં આજે વધુ 35 આસામી પાસેથી 5.15 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂા. 13 હજારનો દંડ કરવામાં આવ્યો છે.  આજે સેન્ટ્રલ ઝોનના જુદા જુદા વોર્ડમાં 14 લોકો પાસેથી 3.2 કિલો પ્લાસ્ટીક પકડી, ગંદકી કરતા નાગરિકો પાસેથી 2250, વેસ્ટ ઝોનમાં 13 આસામી પાસેથી 1.7 કિલો પ્લાસ્ટીક પકડી રૂા. 8350 અને ઇસ્ટ ઝોનમાં આઠ આસામી પાસેથી પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી કરવા બદલ કુલ રૂા. 2750નો દંડ લેવામાં આવ્યો હતો. કમિશ્નરની સૂચનાથી ત્રણે ઝોનમાં આ કામગીરી ચાલી રહી છે. 

 

Print