www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દેશના 14 રાજયોમાં રહેલા 26 નાયબ મુખ્યમંત્રીઓ સલામત બની ગયા

નાયબ મુખ્યમંત્રીઓની નિયુક્તિ ગેરબંધારણીય નથી: સુપ્રીમ


નાયબ મુખ્યમંત્રીઓ કેબીનેટમાં મંત્રીઓ તો છે જ: કોઈ ખાસ નામ આપવાથી બંધારણનો ભંગ થતો નથી: રીટ ફગાવાઈ

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.12
દેશમાં ભાજપ શાસન સહિત અનેક રાજયોમાં સતાનું સંતુલન સાધવા માટે અને પક્ષના નેતાઓને ખુશ રાખવા મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રીઓ નિયુક્ત કરવા મુદે સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી ફગાવી દેવામાં આવી છે.

દેશના બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવો કોઈ હોદો જ હોતો નથી અને તે ભૂમિકા પર નાયબ મુખ્યમંત્રીની નિયુક્તિને ગેરબંધારણીય ગણાવવા માટે અરજી થઈ હતી પરંતુ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી પણ કેબીનેટમાં મંત્રી હોય છે અને તેથી કોઈ પદને ખાસ નામ આપવાથી કોઈ બંધારણીય જોગવાઈનો ભંગ થતો નથી અને જરૂરી નથી કે બંધારણમાં લખાયુ હોય તેને પડકાર કરવામાં આવે. અનેક રાજયોમાં નાયબ મુખ્યમંત્રીની નિયુક્તિ અંગે વારંવાર પ્રશ્નો ઉભા થયા હતા.

પરંતુ સુપ્રીમ કોર્ટે હવે તેનો અંત લાવી દીધો છે. હાલ દેશના 14 રાજયોમાં 26 નાયબ મુખ્યમંત્રી છે અને બંધારણની કલમ 164માં ફકત મુખ્યમંત્રીઓની નિયુક્તિનો ઉલ્લેખ છે. અરજદારે જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી જેવા પદ સાથે લોકોને કંઈ લાગતુ વળગતુ નથી. રાજકીય પક્ષોએ પોતે કલ્પના કરેલા પદો સર્જીને નેતાઓને સુવિધા આપે છે.

 

Print