www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બે પૂર્વ ધારાસભ્યો સહિત 2000 જેટલા વિપક્ષના કાર્યકરો - નેતાઓ આજે ભાજપમાં જોડાશે


સાંજ સમાચાર

વડોદરા / જામજોધપુર: ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ અને જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા આજે ભાજપમાં જોડાશે. બાલકૃષ્ણ પટેલ ભાજપથી નારાજ થઈ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી લડ્યા હતા. તેઓ કમલમ ખાતે સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પેહરશે.

સાવલીના કોંગ્રેસના ઉમેદવાર અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ પણ ભાજપમાં જોડાશે. કુલદીપસિંહ 2023માં કેતન ઇનામદાર સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. આ ઉપરાંત હાલાર પંથકના કોંગ્રેસ નેતા પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ આજે કેસરિયા કરશે. ભાજપના ભરતી મેળામાં આજે 2000 જેટલા વિપક્ષના કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાશે .

Print