www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભવનાથપાર્કના બળવંતભાઈનું બીમારી સબબ મોત


સાંજ સમાચાર

રાજકોટ, તા.28
શહેરનાં હરીઘવા રોડ ભવનાથપાર્ક શેરીમાં રહેતાં પ્રૌઢનું બીમારી સબબ મોત થયું હતું. બનાવ પગલે તેઓના પરીવારમાં કલ્પાંત છવાયો છે. બનાવની વિગત મુજબ હરીઘવા રોડ ભવનાથપાર્ક શેરી નં-7 માં રહેતાં બળવંતભાઈ મુકુંદભાઈ લંગારીયા (ઉ.વ.53) ગઈ કાલ રાત્રિના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકને ડાયાબીટીસ અને લીવરની બીમારી હતી. બળવંતભાઈ દરજી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક બે ભાઈમાં નાનાં અને તેઓને એક દિકરી હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

Print