www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બેંક ઓફ બરોડા આઈબીએના 19માં વાર્ષિક બેન્કિંગ ટેકનોલોજી એવોર્ડ માટે વિજેતા ઘોષીત


સાંજ સમાચાર

મુંબઈ,તા.28
 

ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેન્કમાંથી એક બેન્કઓફ બરોડા (બેન્ક)ને ઈન્ડિયન બેન્કસ, એસોસિયેશન (આઈબીએ)ના 19માં વાર્ષિક બેન્કિંગ ટેકનોલોજી એવોર્ડસ 2023 ખાતે લાર્જ બેન્કસમાં બેસ્ટ એસાઈ અને એમએલ બેન્ક તેમ જ બેસ્ટ ટેકનોલોજી ટેલેન્ટની વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. બેન્કનો ચાર એવોર્ડ શ્રેણીમાં વિશેષ ઉલ્લેખ પણ પ્રાપ્ત થયો છે.

જેમાં બેસ્ટ ટેકનોલોજી બેન્ક, બેસ્ટ આઈટી રિસ્ક મેનેજમેન્ટ, બેસ્ટ ફિનટેક એન્ડ ડીપીઆઈ એડોપ્શન અને બેસ્ટ ફાઈનાન્શિયલ ઈન્કલુઝનનો સમાવેશ થાય છે. બેન્ક ઓફ બરોડાના મેનેજિંગ ડાયરેકટર અને સીઈઓ દેબદત્તા ચાંદે જણાવ્યું હતું કે ટેકનોલોજી આજે બેન્કિંગ સંસ્થાના હાર્દમાં છે ટેક ક્ષિતિજમાં ઝડપી પ્રગતિ સાથે બેન્ક પાસેથી ગ્રાહકોની અપેક્ષાઓ સાથે અમે ભવિષ્યનો બેન્ક માટે પાયો નાખી રહ્યા છે તે સાથે ઉભરતી ટેકનોલોજીઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. અમે આ પ્રતિષ્ઠિત એવોર્ડસ સાથે બેન્ક ઓફ બરોડાનું સન્માન કરાયું તે માટે આઈબીએનો આભાર માનવા માગીએ છીએ.

બેન્ક ઓફ બરોડા છેલ્લા થોડાં વર્ષોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લનિંગ યુઝ કેસીસની વ્યાપક શ્રેણી પર કામ કરી રહી છે.

Print