www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગાઝામાં ઈઝરાયેલના અત્યાચાર મુદે બાઈડન ઘેરાયા: અમેરિકાની અનેક યુનિ.માં દેખાવો


કોઈપણ ભોગે ઈઝરાયેલને રોકવા માંગ: 35 હજારથી વધુ મોત બાદ વિરોધ ઉઠયો

સાંજ સમાચાર

વોશિંગ્ટન,તા.23
ઈઝરાયેલ દ્વારા ગાઝાપટ્ટીમાં જે રીતે હુમલા કરીને અંદાજે 35 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓના મોતનું કારણ બન્યુ છે અને સમગ્ર ક્ષેત્રમાં અત્યંત અમાનવીય સ્થિતિ સર્જાઈ રહી છે તેમાં હવે અમેરિકાની બાઈડન સરકાર પર ઈઝરાયેલને કોઈપણ ભોગે રોકવા માટે દબાણ વધી ગયું છે અને કોલંબીયા યુનિ.માં સેંકડો વિદ્યાર્થીઓએ ગાઝા યુદ્ધ સામે વિરોધ પ્રદર્શન કરીને યુનિ.નું કામકાજ ઠપ્પ કરી દીધુ છે.

રાષ્ટ્રપતિ બાઈડન આ મુદે ઘરઆંગણે જ ઘેરાઈ રહ્યા છે અને એક બાદ એક અમેરિકી યુનિ.માં આ વિરોધ પ્રદર્શન આગળ વધી રહ્યા છે. અમેરિકાએ પણ અગાઉ ઈઝરાયેલને ગાઝાપટ્ટીમાં માનવીય મદદ સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું પરંતુ ઈઝરાયેલ આ ક્ષેત્રમાં બંદી બનાવાયેલા તેના નાગરિકોની મુક્તિ જયાં સુધી ન થાય ત્યાં સુધી જરાપણ યુદ્ધ રોકવા તૈયાર નથી અને તેનો પડઘો અમેરિકામાં પડયો છે.

પેલેસ્ટાઈન સમર્થક વિદ્યાર્થીઓએ કોલંબીયા સહિતની યુનિ.માં દેખાવો શરુ કરતા જ યુનિ.ના કામકાજને અસર થઈ રહી છે જેમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે અને બાઈડન પર હત્યાકાંડનો આરોપ પણ મુકી રહ્યા છે.

 

 

Print