www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સી.જે.ચાવડાએ કેસરીયો ખેસ પહેર્યો: ટેકેદારો સાથે ભાજપમાં: સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ


સીજે ને ભાજપ લોકસભા ટિકીટ આપે તેવી ચર્ચા

સાંજ સમાચાર

રાજકોટ: ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને વિજાપુરનું ધારાસભ્યપદ પણ છોડનાર સી.જે.ચાવડા આજે તેમના હોદેદારો સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. બપોરે વિજાપુરમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં સાબરકાંઠા કોંગ્રેસના અનેક ટોચના અગ્રણીઓ સાથે તેઓએ કેસરીયો ખેસ પહેર્યો હતો.

10 વર્ષથી કોંગ્રેસમાં બે ટર્મ માટે ધારાસભ્ય રહેનાર શ્રી ચાવડા પુર્વ અધિકારી છે અને તેઓને શંકરસિંહ વાઘેલા રાજકારણમાં લાવ્યા હતા. તેઓએ ગત મહિને જ ધારાસભામાંથી રાજીનામુ આપી દીધુ હતું.

હવે તેઓને ગત મહિને જ ધારાસભામાંથી રાજીનામુ આપી દીધુ હતું. હવે તેઓને ભાજપ લોકસભાની ટિકીટ તો બનાસકાંઠામાંથી ચુંટણી લડી શકે છે.

 

Print