www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર, હાલ ઓબ્ઝર્વેશન હેઠળ


◙ મહાનુભાવો ખબરઅંતર પૂછવા રાજકોટ ખાતે દોડી આવ્યા : શનિવારે જામનગરના બેરાજા ખાતે ગાંવ ચલો અભિયાન કાર્યક્રમમાં રાઘવજીભાઈ હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે બ્રેઇન સ્ટ્રોક આવતા જામનગર બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા

સાંજ સમાચાર

◙ સીનર્જી હોસ્પિટલ ખાતે રાજકોટ એઇમ્સના ડોક્ટરોની ટીમ દોડી આવી હતી, દિલ્હી એઇમ્સના એક્સપર્ટ ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી સારવાર અંગે માર્ગદર્શન મેળવાયું 

 

◙ રાજ્યપાલ, કેન્દ્રીયમંત્રી, ધારાસભ્યો, સાંસદો રાઘવજીભાઈની તબિયત જાણવા સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા : આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ આવશે

 

રાજકોટ, તા.11
શનિવારે રાત્રે કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા જામનગર બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. હાલ ઓબ્ઝર્વેશન પર રખાયા છે. ગઈકાલે રાજકોટ એઇમ્સના ડોક્ટરોની ટીમ સીનર્જી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.

એઇમ્સના ડિરેકટર સહિતના નિષ્ણાંત ત્રણ ડોકટરોએ રાઘવજીભાઈની તબિયત તપાસી હતી. સીનર્જી હોસ્પિટલમાંથી જ રાજકોટ એઇમ્સના તબીબોએ દિલ્હી એઇમ્સના એક્સપર્ટ ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી સારવાર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. 

સિનર્જી હોસ્પિટલના ડો.જયેશ ડોબરીયાએ જણાવ્યુ હતું કે, રાઘવજીભાઈની તબિયત સ્થિર છે. જોકે હાલ આઇસીયુમાં ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
આ તરફ રાજ્યપાલ, કેન્દ્રીયમંત્રી, ધારાસભ્યો, સાંસદો રાઘવજીભાઈની તબિયત જાણવા સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ આવશે અને રાઘવજીભાઈની તબિયત અંગે જાણકારી મેળવશે. ધ્રોલથી રાઘવજીભાઈના પુત્ર જયેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, તેમના ભાઈ મગનભાઈ મુંગરા, અગ્રણી વિજયભાઈ મુંગરા, પ્રો. ડો.વિજયભાઈ સોજીત્રા, ધ્રોલ યાર્ડ ચેરમેન રસિકભાઈ ભંડેરી સહિતના રાજકોટ દોડી આવ્યા હતા.

રાઘવજીભાઈની તબિયત જાણવા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, રિવાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ,  મનપાના સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોધરા, રાજકોટના ભાજપ અગ્રણી ડી.કે. સખીયા, એડવોકેટ પરેશભાઈ ઠાકર, દિનેશભાઇ ચોવટીયા, રાજુભાઇ ધ્રુવ, ઉપરાંત જામનગર પંથકના ભાજપ અગ્રણીઓ રાજકોટ સીનર્જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

અધિકારીઓમાં કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ વગેરે દોડી આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે વીઆઇપી મુવમેન્ટ હોવાથી હોસ્પિટલ ખાતે બંદોબસ્ત જાળવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે જામનગર જિલ્લાના બેરાજા ગામે ગાઉં ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં હાજરી આપવા રાઘવજીભાઈ બેરાજા પહોંચ્યા હતા. અહીં તેમની તબિયત બગડતા જામનગર બાદ વહેલી સવારે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ અહીં આઇસીયુમાં સારવાર હેઠળ છે.

 

સીનર્જીના 4 ડોકટર અને એઇમ્સના ત્રણ ડોકટર દ્વારા સારવાર
રાઘવજીભાઈને સીનર્જી હોસ્પિટલમાં આઇસીયુમાં ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ગઈકાલે એઇમ્સના ડિરેકટર પ્રો. સીડીએસ કટોચના માર્ગદર્શન હેઠળ તેમના સહિત ત્રણ ડોકટરોની ટીમ સિનર્જી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ઉપરાંત અગાઉથી જ સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયા, ડો. સંજય ટીલાળા, ડો.મિલાપ મશરૂ, ડો. દિનેશ ગજેરા, ડો. કલ્પેશ સનારીયા હાલ સારવાર આપી રહ્યા છે.

 

Print