www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૂફી સંત હાજી મંગરોલીશાહ પીરના 1029માં ઉર્ષ પ્રસંગે વેરાવળ મુસ્લીમ સેવા સમાજ દ્વારા ચાદર અર્પણ


સાંજ સમાચાર

વેરાવળ,તા.19
 

સૌરાષ્ટ્રભરમાં જાણીતા સૂફી સંત હાજી મંગરોલીશાહ પીરનાં 1029 માં ઉર્ષનાં પ્રસંગે વેરાવળ મુસ્લિમ સેવા સમાજ તરફથી ચાદર અર્પણ કરવામાં આવી હતી. આ તકે સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા ભારત દેશમાં ખૂશહાલી અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી. વેરાવળ પાટણ જોડીયા શહેરમાં આવેલ સૌરાષ્ટ્રના જાણીતા સૂફી સંત હાજી મંગરોલીશાહ પરની દરગાહ આવેલી છે કે જ્યાં સમગ્ર ભારત ભરથી લોકો પોતાના આસ્થા લઈને આવે છે અને આ અલ્લાહનાં વલીના દરબારમાં પોતાની અકીદત પેશ કરે છે અને હાજી પિયાનાં વસીલાથી અલ્લાહથી દુઆ કરે છે અને પોતાની આસ્થા પ્રગટ કરે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજી મંગરોલીશાહ બાબાના આસ્તાના પર 3 દિવસીય ઉર્ષનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આસપાસના તાલુકાના હજારોની સંખ્યામાં લોકો જોડાયેલ હતા અને આ તકે વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટની સમાજના પટેલ અફઝલ પંજા એ ચાદર પેશ કરેલ હતી અને દુઆ ખેર કરેલ હતી તેમજ ત્યાંના ખાદીમ યુસુફ બાપુ અને આરીફ બાપુનું બહુમાન કરેલ હતું. આ તકે નગરસેવક અલ્તાફ ચૌહાણ, ગુલામખાન, સફીભાઈ મોલાના, હસન કુરેશી, અબામિયા, ખત્રી બાપુ, અબ્બાસ કાબાવાલિયા, હાસમ મુજાવર, ગુલામ વસિલાં, નૂર ડીશવાલા, ઈભ્રાહિમ ચાંચિયા, યુસુફખાન સહીતના હાજર રહ્યા હતાં.

Print