www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પેટીએમ પેમેન્ટમાં ચીનના રોકાણ મામલે તપાસ કરાશે


વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડમાં ચીની ફર્મ એન્ટ ગ્રુપ કંપનીનું રોકાણ છે

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.12
 સરકાર વન 97 કોમ્યુનિકેશન્સ લીમીટેડની સહાયક કંપની પેટીએમ પેમેન્ટસ સર્વીસીઝ લીમીટેડ (પીપીએસએલ)માં ચીન સાથે પ્રત્યક્ષ વિદેશી રોકાણની તપાસ કરી રહી છે. પીપીએસએલએ નવેમ્બર 2020 માં પેમેન્ટ એગ્રીગ્રેટર તરીકે કામ કરવા માટે ભારતીય રીઝર્વ બેન્ક પાસે લાયસન્સ માટે આવેદન કર્યુ હતું.

આરબીઆઈએ જોકે નવેમ્બર 2022 માં પીપીએસએલનાં આવેદનને ફગાવી દીધુ હતું. અને કંપનીને તેને ફરીથી આવેદન જમા કરાવવાનું કહ્યું હતું. જેથી એફડીઆઈના નિયમો અંતર્ગત પ્રેસનોટ ત્રણનું પાલન કરાવી શકાય.

વન 97 કોમ્યુનિકેશન્સ લીમીટેડ (ઓસીએલ)માં ચીની ફર્મ એન્ડ ગ્રુપ કંપનીનું રોકાણ છે ત્યારબાદ કંપનીએ એફડીઆઈના દિશા નિર્દેશો અંતર્ગત નિર્ધારીત પ્રેસનોટનું પાલન કરવા માટે ભારત સરકારની સાથે 14 ડીસેમ્બર 2022 ને આવશ્યક આવેદન રજુ કરેલુ.

સુત્રોએ જણાવ્યું હતું કે એક આંતર-મંત્રાલયી સમિતિ પીપીએસએલમાં ચીનથી રોકાણની તપાસ કરી રહી છે અને ઉચીત વિચાર અને વ્યાપક તપાસ બાદ એફડીઆઈ મુદ્દા પર નિર્ણય લેવામાં આવશે.

 

 

Print