www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોંગ્રેસે વધુ 17 ઉમેદવારો જાહેર કર્યા: ગુજરાત હજુ બાકી: રાયબરેલી અને અમેઠી પણ કોંગ્રેસના ઉમેદવારની રાહમાં


સાંજ સમાચાર

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી બહાર આવી છે જેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, ઓરીસ્સા અને પશ્ર્ચિમ બંગાળની 17 લોકસભા બેઠક માટે પક્ષે ઉમેદવારની યાદી જાહેર કરી છે. પરંતુ ગુજરાતમાં જે સાત બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી બાકી છે તે અંગે પક્ષે હજુ કોઇ નિર્ણય લીધો નથી તેવું માનવામાં આવે છે. કોંગ્રેસે આ સાથે કુલ 240 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં રાયબરેલી અને અમેઠી માટે પક્ષે હજુ કોઇ નામ અંગે સંકેત આપ્યો નથી. 

Print