www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાગી બનેલા ધારાસભ્યો સુરક્ષા હેઠળ સિમલા પહોચ્યા

કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ: બે નિરીક્ષકોને સિમલા દોડાવ્યા


બાગીઓને મનાવવા પ્રયાસ: બજેટ મંજુર થયા બાદ રાજયમાં નેતૃત્વ પરિવર્તનની પણ શકયતા

સાંજ સમાચાર

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં રાજયસભાની ચુંંટણીમાં કોંગ્રેસના ક્રોસ વોટીંગથી રાજયની સુબુ સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે અને બાગી બનેલા પક્ષના સુધારાઓને હવે સમજાવવા દિલ્હીથી બે નિરીક્ષકોને સિમલા દોડાવાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી સુખવિંદર સુબુ સામે કોંગ્રેસમાં જ લાંબા સમયથી અસંતોષ છે અને તેનો લાભ ભાજપે ઉઠાવ્યો છે.

ગઈકાલે જ હરિયાણામાં પંચકુવા ખાતે ભાજપે સલામત ખસેડવા કોંગ્રેસના 6 તથા 3 અપક્ષોને હવે આજે કેન્દ્રીય દળોની સુરક્ષા સાથે સિમલા લાવવામાં આવી રહ્યા છે અને તેઓ હવે વિધાનસભામાં શું વલણ અપનાવે છે તેના પર નજર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષે હવે ભાજપનો મુકાબલો કરવા આજે વિધાનસભામાં બજેટ સમયે ભાજપના સભ્યો ધમાલ મચાવે તો તેમને સસ્પેન્ડ કરીને બજેટ મંજુર કરાવીને સરકાર થોડો સમય મેળવી લેશે અને બાદમાં બાગી ધારાસભ્યોને સાથે બેઠક યોજી રાજયમાં નેતૃત્વ પરિવર્તનની શકયતા પણ નકારાતી નથી.

જોકે હવે તમામનું ધ્યાન રાજયપાલની ભૂમિકા પર આવી ગયું છે અને તે જો સરકારને ફલોટ ટેસ્ટનો આદેશ આપે તો પણ કોંગ્રેસ હવે ડેમેજ કંટ્રોલ કરી શકશે કે કેમ તે પણ પ્રશ્ન છે.

Print