www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સલમાનનાં ગેલેકસી એપાર્ટમેન્ટની બહાર ભીડ બેકાબુ: લાઠીચાર્જ થયો


સાંજ સમાચાર

મુંબઈ: 
ઈદના દિવસે શાહરૂખની જેમ સલમાનનાં નિવાસસ્થાન ગેલેકસી એપાર્ટમેન્ટ ખાતે પણ પ્રસંશકો પોતાના પ્રિય સ્ટારની ઝલક મેળવવા એકઠા થતા હોય છે.બપોરથી જ ગેલેકસી એપાર્ટમેન્ટની બહાર ભારે ભીડ એકઠી થતાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

દરેક પ્રસંશકને સલમાન બાલ્કનીમાં આવીને એક ઝલક બતાવે તેવી અપેક્ષા હોય છે. અંતે સલમાન પોતાનાં ફેન્સને ઈદી આપવા માટે બાલ્કનીમાં આવ્યા તેની સાથે તેના પિતા અને પ્રસિધ્ધ લેખક સલીમખાન પણ હતા.

 

Print