www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોની બાળપણના મિત્રની સ્પોર્ટ્સ દુકાનના સ્ટીકર સાથે બેટનો ઉપયોગ કરે છે, ફોટા વાયરલ થયા


સાંજ સમાચાર

રાંચી,તા.8
એમએસ ધોનીને રાંચીમાં નેટ્સ પર એક બેટ સાથે પ્રેકટીશ કરતા જોવામાં આવ્યો હતો જેમાં તેના બાળપણના મિત્રની સ્પોર્ટ્સ સામાનની દુકાનનું સ્ટીકર હતું. ધોની આઈપીએલ 2024 માટે તૈયારી કરી રહ્યો છે જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે. એમએસ ધોનીએ સ્ટીકર સાથે બેટનો ઉપયોગ કરવાની પ્રેકટીશ લીધી જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું 

એમએસ ધોની IPL 2024માં એક્શનમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે.એમએસ ધોનીના બાળપણના મિત્રની સ્પોર્ટ્સ શોપના નામનું સ્ટીકર લાગેલું બેટ સાથે તાલીમ લેતા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની તૈયારીઓને વધુ તીવ્ર બનાવતા નેટ્સ પર પહોંચી ગયો છે. એમએસ ધોનીએ તેની ક્રિકેટ કારકિર્દીના પ્રારંભિક તબક્કા દરમિયાન તેના બાળપણના મિત્રો તરફથી મળેલા સમર્થન વિશે ઘણી વાર વાત કરી છે.

તેના એક મિત્રે તેની કારકિર્દીમાં પ્રથમ વખત બેટ સ્પોન્સર કર્યુ હતું.2016ના બાયોપિક ડ્રામા, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં, ક્રિકેટરનું તેના મિત્રો સાથેનું સંબોધનું મોટા પડદા પર લાવવામાં આવ્યું હતું. એમએસ ધોનીના બાળપણના મિત્રોમાંના એક પરમજીત સિંહ ભારતના ભૂતપૂર્વ કેપ્ટનના આધાર સ્તંભ સમા મિત્ર હતાં. ધોની, જે ગયા વર્ષે સર્જરી પછી ઘૂંટણની ઇજાના મુદ્દાઓમાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો હોય તેવું લાગે છે, તે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે. ગયા વર્ષે CSKને વિજય અપાવ્યા પછી, ધોનીએ પુષ્ટિ કરી કે તે અન્ય એક વર્ષ માટે રમવા માટે પાછો ફરશે.

 

Print