www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એરપોર્ટ રોડની સોસાયટીઓમાં દુષિત પાણીનું વિતરણ


દુર્ગંધ મારતું પાણી આર.ઓ. પ્લાન્ટમાં પણ શુધ્ધ થતું નથી : મનપા તંત્રના ઉડાઉ જવાબ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 12
શહેરના વોર્ડ નં.2માં એરપોર્ટ રોડ પરની જુદી જુદી સોસાયટીઓમાં ઘણા દિવસોથી દુર્ગંધયુકત પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવી છે. 

ઇન્કમટેકસ સોસાયટીમાં રહેતા ભરતભાઇ અંજારીયા સહિતના નાગરિકો દ્વારા કમિશ્નરને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે કે એરપોર્ટ રોડ પરની ઇન્કમટેકસ, આશુતોષ, પદ્મકુંવરબા, પ્રગતિ, કૃષ્ણકુંજ, સૌરભ સોસા., ગ્રીન પાર્ક, સિંચાઇનગર વિગેરે વિસ્તારમાં 5-6 દિવસથી નળમાં ગટરનું પાણી ભળતું હોય તેવી ત્રાસદાયક દુર્ગંધ આવે છે. પાણીનો ફોર્સ પણ ધીમો છે. આ પાણી એકવાગાર્ડમાં પણ ફિલ્ટર થતું નથી. 

આરોગ્યને નુકસાનકારક પાણી અંગે કોર્પો.માં ફરિયાદોના ફોન કરવા છતાં કોઇ તપાસમાં આવતું નથી. ખાનગી રીતે રીપેરીંગ કરાવી લો તેવા જવાબ આપવામાં આવે છે. આ ગંભીર પ્રશ્ને તાત્કાલીક તપાસ અને રીપેરીંગની કામગીરી કરવાની જરૂર છે. લોકો આ સ્થિતિમાં રોષે ભરાયા છે. આ નાજુક પ્રશ્ર્ને તુરંત કાર્યવાહી કરવાની માંગણી વિસ્તારના નાગરિકોએ કરી છે.

 

Print