www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કષ્ટભંજન હનુમાન દાદાને ફુલોનો દિવ્ય શણગાર


સાંજ સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત,

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11ને રવિવાર શણગાર આરતી સવારે 5:45 કલાકે પ.પૂ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર  ધરાવી તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.  સાંજે 3:30 વાગ્યે શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી  શોભાયાત્રા નાસીક ઢોલની સાથે વાજતે ગાજતે મંદિરમાં પહોચી હતી ત્યારબાદ  શ્રી કષ્ટભંજનદેવ દાદાનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન પવિત્ર બ્રાહ્મણો દ્વારા વેદોક્ત વિધિ સાથે સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. 

Print