www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈડીનું સાતમું સમન્સ પણ કેજરીવાલે ફગાવ્યું: હાજર નહીં થાય


ઈડીએ રોજેરોજ સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ: ‘આપ’

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.26
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઈડીએ 7મુ સમન્સ મોકલ્યુ છે પણ તેઓ આજે ઈડી સમક્ષ રજુ નહીં થાય. આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મામલો કોર્ટમાં છે અને તેની આગામી સુનાવણી 16 માર્ચ છે, એટલે કેજરીવાલ ઈડીની પુછપરછમાં સામેલ નહીં થાય.

પાર્ટીએ ઈડી પર ફટકાર લગાવતા કહ્યું હતું કે ઈડીએ રોજે રોજ સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. અમે ઈન્ડીયા ગઠબંધન નહીં છોડીએ. મોદી સરકારે આવી રીતે દબાણ ન લાવવું જોઈએ.

 

Print