www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જી-મેલ સામે હવે એકસ મેલ લોન્ચ કરશે એલન મસ્ક


ગુગલને પણ ટકકર આપવા એક મેગા એપ બનાવશે

સાંજ સમાચાર

કેલિફોર્નિયા તા.24
ગુગલ સહિતની ટેક કંપનીઓને પડકાર ફેંકી રહેલા ટેસ્લા અને સ્પેસએકસના બોસ અને માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ એકસના વડા એલન મસ્કે હવે જી-મેલને પણ ટકકર આપવાની તૈયારી કરી છે અને આગામી દિવસોમાં ડીજીટલ સંદેશાવ્યવહાર માટે એકસ મેલ લોન્ચ કરશે.

અગાઉ મસ્કે માઈક્રોસોફટના ચેટ જીપીટી સામે પોતાનું આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ પ્લેટફોર્મ બનાવવાની જાહેરાત કરી હતી અને તેઓ એકસ-મેલ લઈને આવી રહ્યા છે અને દાવો કર્યો છે કે તે જી-મેલ કરતા પણ વધુ વૈવિધ્યસભર હશે.

મસ્કે અગાઉ કહ્યું હતું કે એકસ-મેલ અને અન્ય પ્લેટફોર્મને સંયુક્ત રીતે તેઓ એક મેગા એપ માં આવરી લેશે અને તેને એકસ-પ્લેટફોર્મ તરીકે રજુ કરાશે.

 

Print