www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોનાની જવેલરી ક્ષેત્રે ‘રોબોટ’નો પ્રવેશ: ઉત્પાદન ખર્ચ 50 ટકા ઓછો


રીંગ-ચેઈન જેવા દાગીનાની બનાવટથી માંડીને પોલીશીંગ-કલીનીંગ-મોલ્ડીંગમાં ઉપયોગ: મોટી કંપનીઓમાં ટ્રેન્ડ વધવા લાગ્યો-‘ઉત્પાદન ડબલ-ખર્ચ ઓછો’

સાંજ સમાચાર

મુંબઈ,તા.1

આધુનિકતમ ટેકનોલોજીના યુગમાં વિવિધ ક્ષેત્રોમાં રોબોટનો પગપેસારો થયો છે હવે ઝવારે ક્ષેત્રે પણ રોબોટનું આગમન થઈ ગયુ છે અને સોના-ચાંદીનાં દાગીના બનાવવા કારીગરોને સીધો પડકાર સર્જાય તેમ છે. તનિષ્ક-માલાબાર ગોલ્ડ જેવી જવેલરી કંપનીઓએ ઉત્પાદન એકમોમાં રોબોટીક મશીનરીનો ઉપયોગ શરૂ કર્યો છે.ચેનના ઉત્પાદનથી માંડીને માંડીને કાસ્ટીંગ પોલીસ કરવા સુધીની મશીનથી પ્રક્રિયા પણ થવા સાથે ઉત્પાદકતા વધવાનું સ્પષ્ટ છે સાથે સુપરવિઝનનો ભાર પણ ઓછો થશે.

તનિષ્કના પ્રવકતાએ કહ્યું કે 2020 માં જવેલરી ઉત્પાદનમાં રોબોટનું પદાર્પણ કરી દેવાયુ હતું.મોટાભાગની પ્રક્રિયા ઓટોમેટીક હોવાથી અનેક શીફટમાં ઉત્પાદન થાય છે અને તેની પાછળનો મેઈનટેનન્સ ખર્ચ પણ ઘણો ઓછો છે. પરંપરાગત પદ્ધતિનાં સ્થાને રોબોટીક મશીનથી ઉત્પાદકતા બે ગણા કરતા વધુ છે. રોબોટ પાછળ પાંચ કરોડનું રોકાણ થયુ હતું. કંપનીનાં તામીલનાડુ ઉત્પાદન એકમમાં હાલ 3 રોબોટ છે.

માલાબાર ગોલ્ડ દ્વારા પણ રોબોટ તથા ઓટોમેટીક ટેકનોલોજી દાખલ કરવામાં આવી છે. પરીણામે મેન્યુઅલી પ્રક્રિયા દુર થઈ છે.ઉપરાંત જવેલરીમાં એક સમાન કવોલીટી ડીઝાઈન શકય બને છે. અંદાજીત 30 કરોડના રોકાણ સાથે ટેકનોલોજી અપનાવી છે. સોનાના ચેઈનની બનાવટ તથા પોલીશીંગ પ્રક્રિયામાં મુખ્યત્વે ઓટોમેટીક સીસ્ટમનો ઉપયોગ થાય છે. કલીનીંગ તથા મોલ્ડીંગ જેવી કામગીરી પણ આ સીસ્ટમથી થાય છે.

સામાન્ય રીતે જવેલરી ઉત્પાદન અત્યાર સુધી હાથ બનાવટનું રહેતુ હતું. કુશળ કારીગરો દાગીનાને ઘાટ આપીને બનાવતા હતા. હવે ડાયમંડ રીંગ સહીતની રોજીંદા ઉપયોગના દાગીનાની ખરીદીનો ટ્રેંડ વધી ગયો છે.સોનાના સિકકાનું ચલણ પણ વધ્યુ છે.આ તમામ ચીજો ઓટોમેટેડ મશીનથી થવા લાગી છે. હાથ બનાવટમાં અત્યાર સુધી ઉત્પાદન મર્યાદિત રહેવા સાથે કારીગરની કુશળતા મુજબ ડીઝાઈન-કવોલીટીમાં નાનો મોટો બદલાવ રહેતો હતો. હવે ઓટોમેશનને કારણે કોઈ ક્ષતિનો સવાલ રહેતો નથી અને ઉત્પાદન પણ વધી જાય છે.

તનિષ્કમાં મશીન આધારીત ઉત્પાદન એકમમાં 30 થી વધુ ટેકનોલોજી એકસપર્ટ તથા 150 કર્મચારીઓ કાર્યરત છે. જવેલરી છેકે હવે આદિત્ય ગ્રુપ પદાર્પણ કરવાની તૈયારીમાં છે. ત્યારે ભારતીય જવેલરી ક્ષેત્રે સ્પર્ધા વધવાની સાથોસાથ ઓટોમેટેડ ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી શકે તેમ છે. ભારતીય જવેલરી માર્કેટ 8 લાખ કરોડનું છે અને તેમાં વાર્ષિક 5 થી 7 ટકાના દરે વૃધ્ધિ થઈ રહી છે. વૈશ્વિકક સ્તરે પણ બલ્ગેરી-ક્રિસ્ટીયન જેવી કંપનીઓએ પાયાની જવેલરીમાં ઓટોમેશન સિસ્ટમ દાખલ કરી જ છે.

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે ઓટોમેટેડ મશીનથી દાગીનાના ઉત્પાદન ખર્ચમાં 50 ટકા જેવો ઘટાડો શકય હોવાથી જવેલરી ઉત્પાદકો પણ તે દિશામાં વધુ રસ લેતા હોય છે.

Print