www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહિલા DSP નકલી IRSની જાળમાં ફસાયા: લગ્ન કર્યા: સંતાનો પણ થઈ ગયા


સાંજ સમાચાર

ગાંધીનગર,તા.12
મેટ્રિમોનિયલ સાઈટ પર હંમેશા સાચો જ પાર્ટનર મળે તેવું નથી હોતું. ક્યારેક ઠગ પણ મળી જાય માટે સાવધાન રહેવું જરુરી છે. સામાન્ય માણસો તો છેતરાતાં જ હોય છે પરંતુ એક લેડી પોલીસ ઓફિસર પણ ઠગબાજની જાળમાં આવી ગઈ અને તેની સાથે પ્રેમલગ્ન પણ કરી લીધાં અને તેના છોકરાની માતા પણ બની પરંતુ આખરે સાચી વાત જાણમાં આવી.

ત્યારે તેમના સમાજમાં રહેવાયું તેવું ન રહ્યું. લગ્ન કરાવી આપતી સાઈટ (મેટ્રિમોનિયલ) પર લગ્ન કરવાં જતાં મહિલા DSP શ્રેષ્ઠા ઠાકુર છેતરાયા છે. યુપીના શામલીમાં તહેનાત  DSP શ્રેષ્ઠા ઠાકુરને જ્યારે ખબર પડી કે તેનો પતિ રોહિત રાજ કોઈ  DSP અધિકારી નથી પરંતુ એક ઠગબાજ છે બસ આટલું જાણતાં શ્રેષ્ઠાના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તેમણે તત્કાળ તલાક લઈ લીધા અને પૂર્વ પતિ સામે છેતરપિંડીનો કેસ પણ કરી દીધો. છૂટાછેડા બાદ પણ રોહિત રાજ પત્નીને દમદાટી આપીને લોકોને છેતરતો રહ્યો હતો અને છૂટાછેડા લીધા ત્યાં સુધી લોકો પાસેથી લાખો રુપિચા પડાવ્યાં હતા. 

 

Print