www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિદેશી CA ભારતમાં કરી શકશે પ્રેક્ટિસ


ભારતીય સીએને પણ વિદેશમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપવાની શરતે અપાશે મંજૂરી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.22
યુકે અને કેનેડાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ભારતમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી મેળવી શકે છે. જોકે, શરત એ છે કે, ભારતીય સીએને પણ આ દેશોમાં પ્રેક્ટિસ કરવાની છૂટ હોવી જોઈએ. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI)નો આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે. બંને દેશોની મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવ ઓસ્ટ્રેલિયાને પણ મોકલવામાં આવશે. 

ICAIના નવા પ્રમુખ રણજીત કુમાર અગ્રવાલે બુધવારે જણાવ્યું હતું કે, આ દરખાસ્ત માત્ર પરસ્પર આધાર પર લાગુ કરવા માટે ચર્ચા કરવામાં આવી છે. જો ભારતના સીએને પણ યુકે અને કેનેડામાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવે તો ત્યાંના સીએને જ અહીં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ પ્રસ્તાવ બંને દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTA) હેઠળ કરવામાં આવ્યો છે. અગ્રવાલે કહ્યું કે, આ બે દેશો પછી ત્રીજા દેશ ઓસ્ટ્રેલિયાને પણ લાઈનમાં રાખવામાં આવી રહ્યું છે. આ પ્રથમ વખત બનશે જ્યારે અન્ય દેશોના CA ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે.

 

Print