www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હિમાચલમાં પુર્વ CM વિરભદ્રસિંહના મંત્રી પુત્રનો બળવો: કેબીનેટમાંથી રાજીનામુ


◙ હિમાચલ કોંગ્રેસમાં કટોકટી યથાવત: બે નિરીક્ષકોને સિમલા દોડાવતું કોંગ્રેસ મોવડીમંડળ

સાંજ સમાચાર

◙ બજેટ મંજુર થશે: અમારી પાસે બહુમતી છે: ભાજપના ધારાસભ્યો પણ મારા સંપર્કમાં: મુખ્યમંત્રી

◙ યોદ્ધો છું લડતો રહીશ: રાજીનામાની વાત ફગાવતા સુખવિન્દરસિંહ સુખુ

સિમલા: હિમાચલ પ્રદેશમાં રાજયસભા ચુંટણીમાં ક્રોસવોટીંગ બાદ હવે કોંગ્રેસના બાગી ધારાસભ્યએ હજું તેમનું વલણ સ્પષ્ટ કર્યુ નથી ત્યાંજ રાજયના પીડબલ્યુડી મંત્રી તથા પુર્વ મુખ્યમંત્રી વિરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે કેબીનેટમંત્રી રાજીનામુ આપીને મુખ્યમત્રી સુખવિન્દરસિંહ સુખુ સામે ખુલ્લો બળવો પોકાર્યો છે.

તે વચ્ચે મુખ્યમંત્રીએ તેમના રાજીનામા અંગે કોઈ ઓફર કરી હોવાનું નકારતા કહ્યું છે કે હું યોદ્ધા છું અન છેલ્લે સુધી લડતો રહીશ. બીજી તરફ હિમાચલનું કોકડું ઉકેલવા કોંગ્રેસન બે ટોચના નેતા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર તથા દીપોત્સવ હુડા સિમલા તમો હવે બાગીઓને સમજાવવા પ્રયાસ કરશે પણ આજે જ રાજીનામુ આપનાર મંત્રી વિક્રમાદિત્યના ટેકેદારો તેમને મુખ્યમંત્રી બનાવવા લોબીંગ કરી રહી છે.

આ વચ્ચે મુખ્યમંત્રી સુખુએ અમારી સરકાર બહુમતીમાં છે. ભારતના પણ અનેક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને અમારી સરકાર પાંચ વર્ષ પુરી રીતે ચાલશે. તેઓએ કહ્યું કે હું દાવા સાથે કહું છું કે બજેટ માટે મતદાન થશે અને તેમાં અમારી જીત હશે.

મારા રાજીનામાની માંગ ભાજપ ફેલાવે છે અને જો તમો ભાજપના હો કે કોંગ્રેસમાં ભાગફોડ મચી જશે તો તે ખોટુ છે અમારો મત એક છે અને રહેશે જે નાની મોટી ફરિયાદો છે તેનો નિકાલ આવશે.

Print