www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજય કલમ 370થી આગળ નીકળી ગયું છે અને કોંગ્રેસ ફરી તેને આતંકવાદમાં ધકેલવા માંગે છે: વડાપ્રધાન

જમ્મુ-કાશ્મીરમાં ટુંક સમયમાં જ પુર્ણ રાજયનો દરજજો અને વિધાનસભા ચુંટણીઓ પણ યોજાશે: મોદી


◙ ઉધમપુરમાં ચુંટણીસભાને સંબોધન સમયે કાશ્મીરના યુવાનોના સ્વપ્ન પુરા કરવા ગેરંટી આપતા મોદી

સાંજ સમાચાર

◙ વિપક્ષના નેતાઓ નવરાત્રી અને શ્રાવણમાસમાં પણ માંસાહાર કરે છે: તેજસ્વીના વિડીયો પર પ્રહાર

જમ્મુ તા.12
લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબકકાની બેઠકો પર પ્રચાર તેજ બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત સતાવાર રીતે ચુંટણી પ્રચારે પહોંચી ગયા બાદ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરને ટુંક સમયમાં જ પુર્ણ રાજયનો દરજજો મળી જશે.

શ્રી મોદીએ આ ઉપરાંત કહ્યું કે રાજયમાં વિધાનસભા ચુંટણીઓ પણ યોજવા તૈયારી થઈ ગઈ છે. શ્રી મોદીએ કલમ 370ની નાબુદી પછીની પરીસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજયમાં જે રીતે સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓની રેકર્ડબ્રેક સંખ્યા આવી રહી છે તેથી હવે હું રાજયના યુવાવર્ગના સ્વપ્નાઓ પુરા થતા જોઈ રહ્યો છું.

તમારા સ્વપ્ના એ મોદીનો સંકલ્પ છે અને હું તે પુરા કરવાની ગેરંટી આપુ છું. શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ હંમેશા નફરતથી કામ કરી રહી છે અને એ કહેતી હતી કે રામમંદિર કદી ચુંટણી મુદો હશે નહી.

વરસાદમાં પણ રામલલ્લા ટેન્ટમાં રહેતા હતા અને તેમના ભકતો અદાલતના ચકકર કાપતા હતા. જે એ કરોડો લોકોની આસ્થા પર ચોટ સમાન હતું. શ્રી મોદીએ એ પણ ચાબખો માર્યો કે નવરાત્રી અને શ્રાવણ માસ દરમ્યાન વિપક્ષી નેતાઓ માંસાહાર કરે છે.

તેમનો સીધો ઉલ્લેખ હાલમાં જ બિહારમાં રાજદના નેતા તેજસ્વી યાદવના એ વાયરલ થયેલા વિડીયો પર હતો. જયાં તેમને મચ્છી ખાતા દર્શાવાયા હતા. શ્રી મોદીએ ઉધમપુરમાં જાહેરસભાને સંબોધી હતી અને કહ્યું કે કાશ્મીર હવે કલમ 370થી આગળ નીકળી ગયું છે અને કોંગ્રેસ ફરી રાજયને આતંકવાદમાં ધકેલવા માંગે છે.

 

Print