www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નસાની હાલતમાં યુવકે પ્રૌઢને માર માર્યો


સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના બનાવનો સોશ્યલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો હતો: પોલીસે નસાની હાલત યશપાલસિંહ વાઘેલાને ઝડપી પાડયો

સાંજ સમાચાર

રાજકોટ, તા.24
 

શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ચોકમાં નસાની હાલતમાં એક યુવકે આધેડ વયના પુરુષને માર માર્યાની રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

બનાવની વિગત મુજબ રાજકોટ તાલુકા પોલીસને ફોન દ્વારા પ્રભાતભાઈએ કહેલ કે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ચોકમાં પોતાના ડ્રાઇવર સાથે એક શખ્સ જગડો કરે છે જેથી તાલુકા પોલીસનો સ્ટાફ તુરંત મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળા ચોકમાં પહોંચતા યશપાલસિંહ ભરતસિંહ વાઘેલા (ઉ.વ.30 રહે, શ્રી રામ ટાઉનશીપ એ.402 જીવરાજ પાર્ક રાજકોટ) ગાળું બોલતો હતો અને દારુ પીધેલ હોવાનું જણાતાં તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Print