www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

14 ફેબ્રુઆરીના 'નિરંજન શાહ સ્ટેડિયમ' નામકરણ સમારોહની સાથોસાથ

સણોસરા SCA ગ્રાઉન્ડ - પેવેલિયનનું ઉદ્ઘાટન : ખેલાડીઓનું સન્માન કરાશે


રાજકોટ ખંઢેરી સ્ટેડિયમ થી 15 કિ.મી. દૂર બે ક્રિકેટ ગ્રાઉન્ડનું આધુનિક પેવેલિયન બીસીસીઆઈ સચિવ જય શાહ હસ્તે ખુલ્લા મુકાશે

સાંજ સમાચાર

► વર્ષ 2022-23 માં રણજી ચેમ્પિયન, વિજય હઝારે ચેમ્પિયન અને અંડર 25 વિજેતા ટીમ સૌરાષ્ટ્રના ખેલાડીઓને SCA સ્ટેડિયમ પર સન્માનિત કરાશે

► 100 ટેસ્ટ રમનાર રાજકોટના ચેતેશ્વર પૂજારા, ટીમ ઇન્ડિયાના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિતના સ્ટાર ક્રિકેટરોને સન્માનિત કરાશે

 

રાજકોટ :

આગામી 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ત્યારે તેની પૂર્વ સંધ્યાએ રાજકોટના ક્રિકેટ જગત અને ક્રિકેટરો માટે એક ગૌરવનો દિવસ તરીકે ઓળખાશે. સૌરાષ્ટ્રના ક્રિકેટમાં જેમનું છેલ્લા 6 દાયકાઓથી અનેરું અને મહત્વનું યોગદાન રહ્યું છે અને ઇન્ટરનેશનલ સ્ટેડિયમ જેમને સૌરાષ્ટ્રને આપ્યું તેવા ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ સચિવ શ્રી નિરંજનભાઈ શાહના નામ પર સ્ટેડિયમનું નામકરણ થવા જઇ રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ શ્રી જયભાઈ શાહના હસ્તે સ્ટેડિયમનું નામકરણ થશે. આ ઉપરાંત એ જ દિવસે અન્ય બે કાર્યક્રમો યોજાશે. 

સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ : 
હાલ જુનિયર થી લઇ સિનિયર સુધી વર્ષ દરમ્યાન ક્રિકેટ ખૂબ જ રમાઈ રહ્યું છે. મહિલા તથા પુરુષો માટે અલગ અલગ એજ કેટેગરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. ત્યારે નીરજભાઈ શાહ, જયદેવભાઈ શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ક્રિકેટરોની સગવડતા માટે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરવા વધુ બે ગ્રાઉન્ડ તૈયાર કરાયા હતા. ખંઢેરી સ્ટેડિયમ થી આશરે  15 કી.મી દૂર પડધરી થી આગળ જામનગર જિલ્લાના સણોસરામાં આવેલ બે ક્રિકેટ ગ્રાઉન્ડ અને પેવેલિયનનું ઉદ્ઘાટન શ્રી જયભાઈ શાહ હસ્તે થશે. 

દેશનું સંભવિત પ્રથમ યુનિક ડિઝાઇન ધરાવતું ગ્રાઉન્ડ :
22 એકરમાં યુનિક ડિઝાઇન થી તૈયાર કરાયેલું, બે ગ્રાઉન્ડ વચ્ચે એક જ પેવેલિયન અને તે પણ તમામ સુવિધાઓ સાથે તે દેશમાં સંભવિત પ્રથમ વખત જોવા મળશે. શ્રી નિરંજનભાઈ શાહનો વિચાર અને માર્ગદર્શન હેઠળ  ઝેડો ડિઝાઇનના આર્કિટેક્ટ નિમીત કામદાર દ્વારા તૈયાર કરાયું છે. સપ્ટેમ્બર 2022 માં આ ગ્રાઉન્ડનું ભૂમિપૂજન કરાયું હતું અને હાલમાં અનેક ડોમેસ્ટિક મેચ પણ રમાઈ ચૂક્યા છે. આ ગ્રાઉન્ડ પર હાલમાં વિજય હઝારે (વનડે ટુર્નામેન્ટ) ના ક્વાર્ટર ફાઈનલ, સેમી ફાઇનલ મેચ રમાયા હતા. આ ગ્રાઉન્ડ અંડર 14 થી લઇ રણજી મેચ રમવા માટે સજજ છે. અહીંયા હવે નેટ પ્રેક્ટિસ માટે પણ તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. 

ખેલાડીઓનું સન્માન : 
વર્ષ 2022-23 સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે એક સુવર્ણ વર્ષ તરીકે ઓળખાશે. એક જ વર્ષમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની ટીમો દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટની ત્રણ મુખ્ય ટ્રોફી અને અન્ય ટુર્નામેન્ટમાં કવોલિફાય થઈ હતી. રણજી ટ્રોફી ત્રણ વર્ષમાં બીજી વખત જીતી, વનડે ટુર્નામેન્ટ વિજય હઝારેમાં જીત અને બીસીસીઆઇ અંડર 25 ટુર્નામેન્ટ પણ જીતી. તો આ તમામ ખેલાડીઓનું સન્માન થશે. આ ઉપરાંત રાજકોટનું ગૌરવ એવા ચેતેશ્વર પૂજારા 13મો ખેલાડી બન્યો જેને 100 ટેસ્ટ મેચ રમ્યા હોય તેમનું સન્માન કરાશે. ટોચના ભારતીય ટીમના ઓલ રાઉન્ડર સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજાનું ભવ્ય અભિવાદન કરાશે.

Print