www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગઢકા ગામે ગ્રામ પંચાયત અને કેઇર્ન ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે સમુદાય સહાય કેન્દ્રનો પ્રારંભ


સાંજ સમાચાર

ગઢકા

ગ્રામ પંચાયત અને કેઇર્ન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સમુદાય સહાય કેન્દ્રનો પ્રારંભ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામ ખાતે કરવામાં આવ્યો હતો. કેઇર્ન ઇન્ડિયાના સી.એસ.આર. મેનેજર ઉમાકાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ સમુદાય સહાય કેન્દ્રમાં સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ તેમજ અન્ય ઓનલાઇન સેવાઓનો લાભ ગઢકાના ગ્રામજનોને મળશે. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમારે સી.એસ.આર કામગીરી વિશે ગામ લોકોને માહિતગાર કર્યા હતા. સમુદાય સહાય કેન્દ્રનો ગામ લોકો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગઢકા ગામના સરપંચ અરવિંદભાઈ પરમાર, તલાટી કમ મંત્રી કૌશિક ગોજીયા, પે સેન્ટર આચાર્ય માલદેભાઈ કંડોરીયાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : કુંજન રાડીયા)

Print