www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જેતપુર ખાતે આવાસોના લોકાર્પણ અને ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો


1476 પરિવારોને મળી ઘરના ઘરની ખુશીઓની ચાવી

સાંજ સમાચાર

(દિલીપ તનવાણી) જેતપુર,તા.12
 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યની તમામ વિધાનસભા ક્ષેત્રમાં રૂ।993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવનિર્મિત આવાસોના લોકાર્પણ તથા

ગૃહપ્રવેશ કાર્યક્રમ જેતપુર - જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. 

આ તકે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, નાનાં માણસો માટે પોતાનું કહી શકાય તેવું "ઘરનું ઘર" વિચારવું એ સ્વપ્ન સમાન હતું પરંતું આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ "પ્રધાનમંત્રી આવાસ યોજના" અમલી બનાવતા અનેક લોકોના "ઘરના ઘર"નું સ્વપ્ન સાકાર થયું છે.

રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અંદાજિત ત્રણ હજાર કરોડના ખર્ચે 1.31 લાખ જેટલા નવનિર્મિત આવાસોનું ઈ - લોકાર્પણ, ગૃહ પ્રવેશ તથા ખાતમુહૂર્ત થયું છે. ત્યારે જેતપુર - જામકંડોરણામાં પાત્રતા ધરાવતા તમામ લોકોના "ઘરનાં ઘર"નું સ્વપ્ન સાકાર થાય તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે. આ માટે ધારાસભ્યએ સંબધિત અધિકારીઓને અનુરોધ કરતા કહ્યું હતું કે, પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને શોધી સત્વરે "ઘરનું ઘર" બની શકે તે માટે પરિણામલક્ષી કામગીરી કરી લાભ અપાવવો.આ કાર્યક્રમમાં જેતપુર-જામકંડોરણા વિધાનસભાના 1476 જેટલા પરિવારોને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે "ઘરના ઘર"ની ખુશીઓની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા પંચાયત સદસ્યઓ કંચનબેન બગડા, સુભાષભાઈ બાંભરોલીયા, જ્યોત્સનાબેન પાનસુરીયા, અગ્રણીઓ શામજીભાઈ તાળા, જેન્તીભાઇ હીરપરા, ભુપતભાઈ સોલંકી, જનકભાઈ ડોબરીયા, બિંદિયાબેન મકવાણા, ગોવિંદભાઈ રાણપરીયા  સુરેશ સખરેલિયા સહિતના આગેવાનો, મામલતદાર એ. પી. અંટાળા, શહેર મામલતદાર ભારાઈ તથા મામલતદાર કે.બી.સાંગાણી તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Print