www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મતદાન અસલી છે કે નકલી? માત્ર બે રૂપિયાની ટિકીટથી ખબર પડી જશે!


લોકો કે પોલીંગ એજન્ટ બોગસ મતદારને ઓળખી શકે તે માટે ચૂંટણી પંચે કરી અનોખી વ્યવસ્થા

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.19
મતદાનના દિવસે મતદાન કેન્દ્ર પર બોગસ મતદારની ફરિયાદો પોલીંગ એજન્ટથી લઈને અન્ય લોકો કરતા હોય છે. ચુંટણી પંચે મતદાનના દિવસે બોગસ મતદારને ઓળખવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈપણ ઉમેદવારનો એજન્ટ બોગસ મતદારનો પતો મેળવવા માટે બે રૂપિયાની રસીદ ભરીને તેને ચેલેન્જ કરી શકે છે. માત્ર બે રૂપિયા ખર્ચ કરવા પર ખબર પડી જાય કે મતદાતા અસત્ય છે કે બોગસ.

બોગસ મતદારનો દાવો કરનાર પોલીંગ એજન્ટ અને અન્ય લોકોએ જવાબદાર અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. જવાબદાર અધિકારી મતદારનું નામ, પિતાનું નામ, સરનામુ, ઘરમાં કેટલા મતદાર છે વગેરે અનેક બારામાં પુછપરછ કરશે.

સંતોષ ન થવા પર તે સત્ય અને જૂઠની ઓળખ કરવા માટે વિસ્તારના કોર્પોરેટર કે પ્રધાનને બોલાવીને મતદારના બારામાં ગવાહી લેશે. જો મતદાતાએ સાબીત કરે કે તે અસલી મતદાતા છે તો તેને મત આપવાનો મોકો મળશે અને જો તે સાબીત નહીં કરી શકે તો તેને બોગસ મતદાર માનીને તેની સામે કેસ દાખલ કરવામાં આવશે.

જો કોઈ મતદાર પોતાના મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ આપવા પહોંચે છે પરંતુ તે પહેલા જ કોઈ તેના નામે મત આપી ચુકયું હોય તો તે ટેન્ડર વોટનો સહારો લઈ શકે છે. તેના માટે તેણે જવાબદાર અધિકારી પાસે જવું પડશે. જો મતદાતા યાદીમાં તેનું નામ હશે.

જવાબદાર અધિકારીને તેને એક ફોર્મ પર મતદાન કરાવશે. ત્યારબાદ તે મતપત્રને કવરમાં બંધ કરાશે. મતગણતરી સમયે ઓછા વોટના અંતરથી હાર-જીતની સ્થિતિમાં આવા વોટની ગણતરી કરવામાં આવે છે તેને ટેન્ડર વોટ કહે છે.

 

 

Print