www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણનાં બળધોઈ ગામે રાજવી પરિવારમાં રજવાડી ઠાઠમાઠ સાથે લગ્નોત્સવ યોજાયો


દેશ-વિદેશનાં રાજવીઓ, સંતો, મહંતોની ઉપસ્થિતિ

સાંજ સમાચાર

(નરેશ ચોહલીયા) જસદણ,તા.9
જસદણના બળધોઈ દરબારગઢ ખાતેના કુમાર ગિરીશભાઇ વાળા ભગુભાઇ વાળા ના કુમારીબાના રાજવી ઠાઠ માઠ સંભર લાગ્નોત્સવ ઉજવાયા હતા લગ્નમાં સાધુ સંતો તેમજ વિદેશી સહેલાણીઓ સહિત રાજવીઓ તેમજ રાણીસાહેબો ઉપસ્થિત રહ્યા....જસદણ તાલુકા ના બળધોઈ  રાજવી પરંપરા યથાવત જાળવી રાખી છે. જસદણ આર કે વાટિકા ખાતે કુમારી પ્રતિમાબા ના લગ્નોત્સવ  પ્રાચીન પરંપરા સાથે રાજાશાહી ઠાઠમાઠ સાથે અનોખી રસમ સાથે લગ્નોત્સવ ઉજવાયા હતાં  બળધોઈ દરબાર ગઢ ખાતે કુમારી ચિ. પ્રતિમાબા ગીરીશભાઈ વાળા ના લાગ્નોત્સવ પ્રસંગે દરેક રસમ ને ભાતીગળ પરંપરા સાથે રાજવી પરંપરા અનુસાર જાજરમાન લગ્નોત્સવ ઉજવાયા હતા .

જો કે પ્રથમથી જ  લગ્ન લખવાથી લઈ દરેક વિધીને પ્રાચીન પરંપરા અનુસાર પ્રસંગ દીપાવ્યા હતા જેમાં લ ચાંદીના કવરમાં લગ્ન મુકવામાં  આવેલ બ્રાહ્મણ તરીકે પણ રાજ્યગુરૂ ના હસ્તે લગ્ન લખવામાં આવેલ સાથોસાથ વેલડામાં વહેલા પધારજો સાથે વેલડું મોકલવામાં આવેલ જો કે અહીં  ગણેશ પૂજન થી લઈ લાડકીબા ના વિદાય સુધી અનોખો ઠાઠ માઠ જોવા મળ્યો હતો.

આ તકે વરરાજા મહેશ્વરસિંહ જસદણ નજીક ધારૈય ગામ થી બગી સાથે ઘોડા ની હણહણાતી વચ્ચે   વરરાજા પધાર્યા હતા. આ સાથે અનેક રાજવીઓ વિન્ટેજ કારના કાફલા સાથે જોવા મળ્યા હતા જ્યારે પાળીયાદ થી લઈ સૌરાષ્ટ્ર ના વિધ વિધ સાધુસંતો તેમજ રાજકીય આગેવાનો તેમજ જસદણ સ્ટેટ થી લઈ અનેક રાજવીઓ લગ્નમાં પધાર્યા હતા આટલું જ નહીં વિદેશી સહેલાણીઓએ એક એક રસમ ને માણી યાદ  ને યાદી બનવવા માટે મોબાઈલ દરેક ક્ષણ ને કેદ કરી યાદી ભરી તેમના દેશમાં આ પરંપરા ને લગ્ન ઉત્સવને કાયમી યાદી રૂપે  કેમેરા માં કંડારતાં નજરે પડ્યા હતા બળધોઇ તાલુકાદાર અને બળધોઇ ગઢ ની પરંપરા આજની પેઢી તરીકે ઉભરી આવતા કુમાર ગિરિશવાળા ભગુવાળા ના કુમારી દિકરીબા ના લગ્ન પરંપરા પણ ગઢ ની પ્રાચીન ગોઠવણી સમાં પ્રાચીન રસમ થી જરા પણ ઓછા ઉતરતા ન હતા અહીં દરેક રસમ ને માણતા મહાનુભાવો એ માણી હતી.

Print