www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સતત બીજા દિવસે કચ્છની ધરા ધ્રુજી: 2.7ની તિવ્રતાનો ભૂકંપ


સાંજ સમાચાર

કચ્છમાં સતત બીજા દિવસે આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે બપોરે 1-45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બીજા દિવસે પણ કચ્છની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ડરનો માહોલ છવાય ગયો હતો. અને ઘરની બહાર નીકળી ગયા હતા.

ભૂકંપની નિવ્રતા 2.7ની નોંધાય હતી. કચ્છમાં અવાર-નવાર ભૂકંપ આવવાના કિસ્સા સર્જાય છે. ત્યારે ગત જાન્યુઆરી માસમાં પણ સૌથી વધુ 4.5ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ત્યારબાદ છાસવારે ભૂકંપના આંચકાનો અનુભવ થાય છે. આજે બપોરે 1-45 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 6 કિ.મી. દૂર નોંધાયું હતું. સતત બીજા દિવસે ભૂકંપ આવતા લોકોમાંફફડાટનો માહોલ છવાયો છે.

Print