www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ

વાંકાનેરમાં 331 આવાસોનું લોકાર્પણ


ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

સાંજ સમાચાર

(લિતેશ ચંદારાણા) વાંકાનેર, તા. 12

વાંકાનેર શહેરના ટાઉનહોલ ખાતે વિકસીત ભારત, વિકસીત ગુજરાત અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ગુજરાતના 182 વિધાનસભા મત વિસ્તારોમાં યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું વર્ચ્યુઅલ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ નિર્માણ પામેલા કુલ 331 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હરૂભા ઝાલા, કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, હિતેશભાઇ ચૌધરી, સંજયભાઇ રંગાણી, હિરાભાઇ ટમારીયા, પ્રજ્ઞેશભાઇ પટેલ, જેઠાભાઇ મિયાત્રા, હિરેનભાઇ પારેખ, ટીડીઓ આર.એમ.કોંઢીયા, મામલતદાર યુ.વી.કાનાણી સહિત ભાજપ સંગઠનના  હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર શહેર તથા તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Print