www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બિહારમાં વિધાનસભા અધ્યક્ષ હટાવાયા: નીતિશનો વિશ્વાસમત વિજય નિશ્ચિત


◙ હૈદરાબાદ- હોટેલ અને બંગલામાં ‘કેદ’ ધારાસભ્યોને વિધાનસભામાં લવાયા

સાંજ સમાચાર

◙ છેલ્લા બે દિવસના રાજકીય- નાટયાત્મક દ્રશ્યો બાદ ભાજપના સાથથી બહુમતી પુરવાર કરશે સરકાર: વિધાનસભા અધ્યક્ષ વિરૂદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવમાં 125 વિરુદ્ધ 112 મતો પડયા: અનેક ધારાસભ્યોએ ‘પાટલી’ બદલી

 

પટણા: બિહારમાં 14 દિવસ પુર્વે જ આરજેડી સાથેનો છેડો ફાડીને ફરી એક વખત એનડીએમાં જોડાઈને ભાજપ સાથે સરકાર રચનાર જનતાદળ (યુ)ના મુખ્યમંત્રી નીતીશકુમારે આજે જબરા નાણાકીય દ્રશ્યો વચ્ચે વિધાનસભામાં વિશ્વાસમતનો પ્રસ્તાવ ભારે બહુમતીથી પસાર થઈ જાય તેવા સંકેત છે.

છેલ્લા બે દિવસથી પટણામાં સર્જાઈ રહેલા રાજકીય ડ્રામા બાદ આજે 11 વાગ્યે બિહાર વિધાનસભાનું બજેટસત્ર મળ્યુ હતું અને રાજયસભાના ઉદબોધન બાદ સર્વ પ્રથમ શાસક પક્ષ તરફથી આરજેડીની ટિકીટ પર ચુંટાયેલા વિધાનસભાના અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સામે મુકવો અવિશ્ર્વાસ પ્રસ્તાવ 125 વિ. 112 મતોની બહુમતીથી પસાર થતા જ નિતીશકુમાર સરકારે પ્રથમ જીત મેળવી હતી અને બાદમાં ઉપાધ્યક્ષ મહેશ્ર્વર હજારીએ અધ્યક્ષપદ સંભાળ્યું હતું તે બાદ મુખ્યમંત્રી નિતીશકુમારે આ ગૃહ તેમની સરકારમાં વિશ્ર્વાસ વ્યક્ત કરે છે તેમાં એક લીટીનો પ્રસ્તાવ મુકતા વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ચર્ચાનો પ્રારંભ કરતા નીતીશકુમાર સામે આકરા પ્રહારો કર્યા હતા

આ અગાઉ આજે ગૃહમાં જબરી ઉલટસુલટ જોવા મળી હતી. આરજેડીના ત્રણ ધારાસભ્યો શાસક પક્ષની પાટલી પર બેસેલા જોવા મળ્યા હતા. જનતાદળ (યુ)ના 2 તથા કોંગ્રેસના પણ 3 ધારાસભ્યો ગૃહમાં હાજર રહ્યા ન હતા અને અધ્યક્ષ સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ સમયે જ નિતીશ સરકારનો વિજય નિશ્ર્ચિત થઈ ગયો હતો. હવે આ અગાઉ આજે વિધાનસભાની બેઠક પુર્વે બિહાર પણ ઉતેજનાભર્યા દ્રશ્યો હતા. એક તરફ રાજદના હજારો કાર્યકર્તાઓ વિધાનસભા સંકુલ ભણી આગળ વધતા પોલીસ સાથે ઘર્ષણમાં આવતા લાઠીચાર્જ કરવો પડયો હતો અને તેજસ્વીના નિવાસે પણ પોલીસ પહોંચી જતા આરજેડીના કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા.

અગાઉ રાજદના તમામ ધારાસભ્યોને તેજસ્વી યાદવના બંગલામાં ‘કેદ’ કરીને રખાયા હતા તો કોંગ્રેસના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી અપાયા હતા તેઓને પટણા લવાયા હતા.  જનતાદળ (યુ) અને ભાજપના ધારાસભ્યોને હોટેલમાં રખાયા હતા. તેઓ પણ 11 વાગ્યે વિધાનસભા પહોંચ્યા હતા અને બાદમાં ગૃહનું કામકાજ શરૂ થયું હતું.

આરજેડીના ત્રણ ધારાસભ્યો શાસક પાટલીમાં: પક્ષાંતરનો સંકેત

વિધાનસભામાં આજે રાજદના ત્રણ ધારાસભ્યો જે હજુ થોડા કલાકો પુર્વે જ તેજસ્વી યાદવના બંગલામાં ‘કેદ’ હતા. તેઓ આજે વિધાનસભા પહોચતા જ શાસક ભાજપ જનતાદળ (યુ)ના ધારાસભ્યો સાથે બેઠેલા હતા. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હાજર હતા તે જનતાદળના બે ધારાસભ્યો પણ ગેરહાજર હતા.

 

નિતીશ ફરી ફરશે નહી તે મોદીની ગેરંટી છે ? તેજસ્વી
પટણા તા.12

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગેરંટીને કામ થવાની ગેરંટી ગણાવી હતી અને આજે બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવે જબરો કટાક્ષ કરતા કહ્યું કે નવ-નવ વખત સાથી બદલી ચૂકેલા નિતીશકુમાર હવે ફરી પલ્ટી મારશે નહી તેની શું મોદી ગેરંટી આપે છે. તેમના આ વિધાન પર રાજદના ધારાસભ્યોએ પાટલી થપથપાવીને આનંદ વ્યક્ત કર્યો હતો.

નીતીશ તેની સાથે બેઠેલા ‘કૈકેયી’ને ઓળખી લે: વિધાનસભામાં તેજસ્વી યાદવના જબરા પ્રહારો
આ સન્માન નહી સોદાબાજી છે તે નીતીશે જાણવુ જોઈએ: નવ-નવ વખત મુખ્યમંત્રી પદના શપથ લેવાના રેકોર્ડ બનાવાયા: કર્પુરી ઠાકુરને હટાવનાર જનસંઘી જ હતા: પ્રહાર
બે નાયબ મુખ્યમંત્રીઓને પણ ઝપટમાં લીધા: વિજયસિંહા એક જ ટર્મમાં અધ્યક્ષ, વિપક્ષના નેતા અને હવે નાયબ મુખ્યમંત્રી બન્યા છે: સમ્રાટ ચૌધરી અમારા પક્ષમાં હતા તે સમયે પક્ષને ‘મા’ કહેતા હતા: કટાક્ષ

પટણા: આજે બિહાર વિધાનસભામાં નિતીશ સરકારના વિશ્વાસમતની ચર્ચાનો પ્રારંભ કરતા પુર્વ નાયબ મુખ્યમંત્રી તથા વિપક્ષના નેતા તેજસ્વી યાદવે એક તરફ મુખ્યમંત્રી નીતીશકુમારે જે રીતે રાજયમાં 9-9 વખત સાથીઓ બદલીને મુખ્યમંત્રી બની રહેવાનો રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા તો બીજી તરફ તેઓએ કહ્યું કે મે નીતીશકુમારને પિતા સમક્ષ ગણ્યા હતા પણ જેમ દશરથે ભગવાન રામને પણ વનવાસ આપ્યો હતો. તેઓએ જબરો કટાક્ષ કરતા કહ્યું કે નીતીશે તેમની પાસે બેઠકના ‘કૈકેયીઓ’ને ઓળખી લેવા જ જરૂરી છે.

આજે વિધાનસભામાં તેજસ્વી જબરા ખીલ્યા હતા અને હાલમાંજ જે રીતે કેન્દ્ર સરકારે બિહારના પુર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને ભારતરત્ન આપ્યો તે બદલ આભાર માનવાની સાથે નીતીશને એ યાદ અપાવી હતી કે એક સમયે જનસંઘીઓએ જ આ કર્પુરી ઠાકુરને મુખ્યમંત્રીપદેથી હટાવ્યા હતા.

તેઓએ નાયબ મુખ્યમંત્રી વિજયસિંહા પર પણ કટાક્ષ કર્યો કે એક જ ટર્મમાં વિધાનસભા અધ્યક્ષ બાદમાં વિપક્ષના નેતા અને હવે નાયબ મુખ્યમંત્રી બનવાનો તેઓએ રેકોર્ડ બનાવ્યો છે તો બીજા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર ચાબખા મારતા કહ્યું કે એક સમયે તેઓ અમારા પક્ષમાં હતા અને કહેતા કે પક્ષ એ ‘મા’ સમાન છે અને આજે તેઓ ભાજપમાં છે તેનો અર્થ સમજી લેવાની જરૂર છે.

તેઓએ કહ્યું કે ભાજપે જે રીતે નીતીશને ફરી મુખ્યમંત્રી બનાવ્યા તે સન્માન નહી સોદાબાજી છે. પણ અમો દેશમાં મોદીને રોકવાનો ઝંડો લીધો છે અને તેમાં પીછેહઠ કરશુ નહી. તેઓએ કહ્યું કે અમો લોકો વચ્ચે જશું અને પાછા આવીશું.

 

 

Print