www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાંસદ રામભાઇ મોકરીયા કલેકટરના પી.એ.ની ખુરશીમાં બેસી ગયા


સાંજ સમાચાર

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી સમક્ષ પોતાનું નામાંકનપત્રક રજૂ કર્યુ

ત્યારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના બે વ્યકિતઓ કલેકટર કચેરીના પરિસરમાં આવેલ કલેકટરના પી.એ.ની ચેમ્બરમાં જઇ પી.એ.ની ખુરશી પર જ તેઓએ સ્થાન લઇ લીધુ હતું.

જોકે આ સમયે તેઓને ટકોર કરાતા સાંસદ મોકરીયાએ જણાવ્યું હતું કે આપણે કલેકટર ચેમ્બરની બહાર છીએ તેની હાજરી પૂરાઇ જાય એટલે અહીં હું બેઠો છું.

 

Print