www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહીકાના પાટીયા પાસે મંડપના ધંધાર્થી પિતા-પુત્ર પર સ્કોર્પિયોમાં ધસી આવેલ પાંચ શખ્સોનો હુમલો


અજય સાકરીયાની પત્ની રિસામણે ચાલી જતાં તેના મામા અને તેના પુત્રો સહિતના શખ્સોએ ધોકા-લાકડીથી જીવલેણ હુમલો કર્યો: આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.2
 

મહીકાના પાટીયા પાસે મંડપના ધંધાર્થી પિતા-પુત્ર પર સ્કોર્પિયોમાં ઘસી આવેલ તેના મામા અને તેના પુત્રો સહિતના શખ્સોએ ધોકા-લાકડીથી જીવલેણ હુમલો કરતાં આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે મહિકા રોડ પર રાધિકા સોસાયટી શેરી નં.2 માં રહેતાં અજયભાઈ પ્રાગજીભાઈ સાકરીયા  (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પરસોતમ ભરાડીયા, વિજય ભરાડીયા, પ્રકાશ પરસોતમ ભરડીયા તેમજ અન્ય બે શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તે મંડપ સર્વીસનો ધંધો કરે છે. ગઈકાલે રાત્રીના સમયે તેઓ ઘરે હાજર હતાં ત્યારે તેમના મામા પરષોતમ ભરાડીયાનો ફોન આવેલ અને કહેલ કે, તારા પત્ની મીનાબેન રિસામણે છે જે બાબતે મારે વાતચીત કરવી છે જેથી તું મહીકા ગામના પાટીયા પાસે આવેલ કાઠીયાવાડી હોટેલ છે ત્યાં આવ જેથી તેઓ બાઈક લઈ ત્યાં ગયેલ અને થોડીવાર બાદ તેના મામા કાર લઇને આવેલ હતાં.

દરમિયાન યુવાન સાથે તેની પત્ની રિસામણે હોય તે મામલે તેના મામાએ  થોડીવાર વાતચિત કરેલ અને ત્યારે તેના મામા ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપી  બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી જતાં રહેલ હતાં. બાદમાં યુવાને તેના ભાઈ અને પિતાને ત્યાં બોલવેલ દરમિયાન તેના મામાનો પુત્ર વિજય ભરડીયા સ્કોર્પીયો કારમાં બે અજાણ્યાં શખ્સો સાથે ઘસી આવેલ અને બોલાચાલી કરી અજાણ્યાં શખ્સે કારમાંથી લાકડી કાઢી હતી અને વિજય  કહેવા લાગેલ કે, તુ કેમ મારા કાકા સાથે બોલાચાલી કરે છે .

તેમ કહી ત્રણેય શખ્સો ગાળો બોલવા લાગેલા અને મામા પરષોતમનો પુત્ર પ્રકાશ જે મારા સાઢું ભાઈ થાય છે તે થાર કાર લઇને આવેલા અને તેણે કહેલ કે, તારી ઘરવાળી રીસામણે છે તેમા તુ મારા પિતાજી સાથે કેમ ઝઘડો કરે છે અને તેણે  લાકડાનો ધોકો ગાડીમાથી લઇ અને ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો.
તેમજ યુવકના પિતાને પણ આરોપીઓએ  ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ત્યારે આજુબાજુમાંથી લોકો દોડી આવતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

Print